ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
પાકિસ્તાનમાં ફરી એકવાર ભારતીય વાયુસેનાના પરાક્રમી પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન ચર્ચાનો વિષય બની ગયા છે. તેમના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘણા પોસ્ટર ઈરાદાપૂર્વક લાહોરના રસ્તા પર લાગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરો દ્વારા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાઝ સાકિદ પર નિશાન સાધવામાં આવ્યું છે.
ઘણા પોસ્ટરોમાં અયાઝ સાદિકને કોમના ગદ્દાર ગણાવતા મીર જાફર સાથે તુલના કરવામાં આવી છે. અયાઝ સાદિકે પાકિસ્તાની સંસદમાં અભિનંદનને છોડવા મુદ્દે ઇમરાન ખાન સરકારની પોલ ખોલી હતી. ઉર્દૂમાં પીએમએલ-એન પાર્ટીના નેતા અયાઝ સાદિકને દેશદ્રોહી ગણાવી દેવામાં આવ્યા છે. કેટલાક પોસ્ટરોમાં સાદિકને વર્ધમાનના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. તો ઘણા પોસ્ટરોમાં તેને ભારતનો સમર્થક ગણાવવામાં આવ્યો છે.
અયાઝ સાદિક પાકિસ્તાનની સંસદમાં આપેલા નિવેદન પર હજુ મક્કમ છે. તેણણે કહ્યુ કે, તેની પાસે ઘણા હજુ પણ ઘણાં રાઝ છે પરંતુ ક્યારેય કોઈ બિનજવાબદારી ભર્યુ નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યુ કે, મેં રાજકીય મતભેદને કારણે નિવેદન આપ્યુ હતું. તેને પાકિસ્તાની સેના સાથે જોડવુ યોગ્ય નથી. મેં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિનું નેતૃત્વ કર્યુ છે.
