Site icon News Continuous Bureau | Mumbai

લાહોરના રસ્તા પર કેમ લાગ્યા વિંગ કમાન્ડર અભિનંદન અને પીએમ મોદીના પોસ્ટર.. !? જાણો શું છે આખો મામલો

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
02 નવેમ્બર 2020

પાકિસ્તાનમાં ફરી એકવાર ભારતીય વાયુસેનાના પરાક્રમી પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન ચર્ચાનો વિષય બની ગયા છે. તેમના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘણા પોસ્ટર ઈરાદાપૂર્વક લાહોરના રસ્તા પર લાગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરો દ્વારા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાઝ સાકિદ પર નિશાન સાધવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Channel

ઘણા પોસ્ટરોમાં અયાઝ સાદિકને કોમના ગદ્દાર ગણાવતા મીર જાફર સાથે તુલના કરવામાં આવી છે. અયાઝ સાદિકે પાકિસ્તાની સંસદમાં અભિનંદનને છોડવા મુદ્દે ઇમરાન ખાન સરકારની પોલ ખોલી હતી. ઉર્દૂમાં પીએમએલ-એન પાર્ટીના નેતા અયાઝ સાદિકને દેશદ્રોહી ગણાવી દેવામાં આવ્યા છે. કેટલાક પોસ્ટરોમાં સાદિકને વર્ધમાનના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. તો ઘણા પોસ્ટરોમાં તેને ભારતનો સમર્થક ગણાવવામાં આવ્યો છે. 

અયાઝ સાદિક પાકિસ્તાનની સંસદમાં આપેલા નિવેદન પર હજુ મક્કમ છે. તેણણે કહ્યુ કે, તેની પાસે ઘણા હજુ પણ ઘણાં રાઝ છે પરંતુ ક્યારેય કોઈ બિનજવાબદારી ભર્યુ નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યુ કે, મેં રાજકીય મતભેદને કારણે નિવેદન આપ્યુ હતું. તેને પાકિસ્તાની સેના સાથે જોડવુ યોગ્ય નથી. મેં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિનું નેતૃત્વ કર્યુ છે.

Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Exit mobile version