US Iran War Threat: વાતચીતના ટેબલ પર આવતા પહેલા જ તણાવ વધ્યો ઈરાનની ‘મિસાઈલ ચેતવણી’ થી અમેરિકા સ્તબ્ધ, શું યુદ્ધમાં ફેરવાશે આ વિવાદ?

US Iran War Threat :અમેરિકાએ ઈરાનના બંદરો પર નેવલ બ્લોકેડ લાગુ કરતા તણાવ ચરમસીમાએ હોર્મુઝની ખાડીમાં યુદ્ધના વાદળો ઘેરાયા

by Janvi Soni
US Iran War Threat વાતચીતના ટેબલ પર આવતા પહેલા જ તણાવ વધ્યો ઈરાનની ‘મિસાઈલ ચેતવણી’ થી અમેરિકા સ્તબ્ધ, શું યુદ્ધમાં ફેરવાશે આ વિવાદ?

 

News Continuous Bureau | Mumbai

US Iran War Threat : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે સીધા યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ ઈરાનના બંદરો પર નૌકા સૈન્ય દ્વારા નાકાબંધી લાગુ કરવાનો નિર્ણય લીધા બાદ તેહરાન તરફથી આકરો વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકારે ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જહાજોને રોકવાનો પ્રયાસ કરશે તો તેઓ અમેરિકાના યુદ્ધ જહાજોને સમુદ્રમાં ડુબાડી દેશે. આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઈરાન તરફ જતી તમામ સપ્લાય રોકવાની જાહેરાત કરી છે.

મહોસીન રેઝાઈની ટ્રમ્પને ચેતવણી: ‘અમે તમારા જહાજો નષ્ટ કરી દઈશું’

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના પૂર્વ કમાન્ડર-ઈન-ચીફ મહોસીન રેઝાઈએ સરકારી ટેલિવિઝન પર વાતચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “મિસ્ટર ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટના પોલીસ અધિકારી બનવા માંગે છે, પરંતુ શું આ તેમનું કામ છે?” રેઝાઈએ આગળ ધમકી આપતા કહ્યું કે અમેરિકાના આ જહાજો અમારી પહેલી મિસાઈલના હુમલાથી જ ડૂબી જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકી નૌકાદળના જહાજો હવે ઈરાની મિસાઈલોની સીધી પહોંચમાં છે અને તેમને કોઈપણ ક્ષણે નષ્ટ કરી શકાય છે.

સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ વધારવાનો ઈરાને કર્યો ઈનકાર

ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા રાઉન્ડની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ મહોસીન રેઝાઈએ આશાસ્પદ સંકેતો આપ્યા નથી. તેમણે વ્યક્તિગત અભિપ્રાય આપતા જણાવ્યું કે તેઓ યુદ્ધવિરામની મુદત વધારવાની તરફેણમાં બિલકુલ નથી. બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લીવિટે પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાએ ઔપચારિક રીતે યુદ્ધવિરામ વધારવાની કોઈ વિનંતી કરી નથી. અમેરિકાનું નેવલ બ્લોકેડ અત્યારે સંપૂર્ણ રીતે લાગુ છે અને ઈરાની બંદરો તરફ જતા તમામ દેશોના જહાજો પર તેની નજર છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી નૌકાદળનું પેટ્રોલિંગ તેજ

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યું છે કે અમેરિકી નૌકાદળના જહાજો ઓમાનની ખાડીમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે આ નાકેબંધી અરબ ખાડી અને ઓમાનની ખાડીના તમામ ઈરાની બંદરો પર લાગુ રહેશે. જોકે, જે જહાજો બિન-ઈરાની બંદરો પર જઈ રહ્યા છે, તેમના માટે નેવિગેશનની સ્વતંત્રતા જાળવી રાખવામાં આવશે. અમેરિકી સેના અત્યારે હાઈ એલર્ટ પર છે અને કોઈપણ સંભવિત હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. આ સ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં તેલના પુરવઠા પર પણ મોટી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

👉 આ સમાચાર વાચો:
મુંબઈ મેટ્રોના નવા ટાઈમટેબલની જાહેરાત આવતીકાલથી શરૂ થશે લાઇન 9 અને 2B, જાણો ટ્રેનનો સમય અને રૂટની વિગતો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More