રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને બખ્ખા, સસ્તુ ઈંધણ મળવાની સાથે જ ભારતીય ચલણ રૂપિયો થશે મજબૂત.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેન યુદ્ધમાં વિશ્વના અનેક દેશોને કારમો આર્થિક ફટકો પડયો છે. આ યુદ્ધે દુનિયાભરમાં અનેક સમીકરણો રચ્યા છે. એવામાં અમેરિકા અને યુરોપિયન દેશોનો આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા તેના ક્રૂડ ઓઈલના ભંડાર માટે નવા ગ્રાહક શોધી રહ્યું છે. બીજી તરફ ભારત તેની અનુકૂળતા અને જરૂરિયાતના હિસાબે એવા કરાર તરફ આગળ વધી રહ્યું છે જેનાથી મોંઘા ક્રુડ ઓઈલના બોજથી તેને રાહત મળવા ઉપરાંત રૂપિયા પણ મજબૂત થશે.  

ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદવા માટેની ડીલની નજીક પહોંચી ગયું છે, જે હેઠળ તે અંદાજે 35 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદશે. શિપિંગ અને અને પરિવહન વીમાની બે મોટી જવાબદારી પણ રશિયા ઉપાડવાની છે.

આ સમાચાર પણ વાંચો : આ અબજપતિઓને પણ કમાણી માં પાછળ મૂકીને ગૌતમ અદાણી નીકળી ગયા આગળ. સંપત્તિમાં આવ્યો આટલા  બિલિયન ડોલરનો ઉછાળો. જાણો વિગતે

રશિયાની ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમ “સ્વિફ્ટ” સુધી પહોંચ રોકવા આ સોદો રૂપિયા-રૂબલમાં કરવા અંગે વિચાર કરાઈ રહ્યો છે. પશ્ચિમી દેશોમાં જેમની બ્રાન્ચ ન હોય તેવી ભારતીય બેન્કો મારફત પેમેન્ટ થઈ શકે છે. આમ થયું તો પેટ્રોલિયમ માર્કેટમાં યુએસ ડોલરના એકહ્થ્થા અધિકાર સામે મોટો પડકાર હશે. તેને ચીન તરફથી પણ પડકાર છે.  ચીન સાઉદી અરેબિયા પાસેથી પોતાના ચલણ યુઆનમાં ક્રૂડ ખરીદવા માટેની વાતચીતના અંતિમ તબક્કામાં છે.

રશિયા-યુક્રેન યુદ્ધના પગલે ક્રૂડના ભાવમાં અચાનક તેજી આવતા ભારત સહિત વિશ્વના દેશોના માથે મોંઘવારીનું સંકટ નિર્માણ થયું હતું. હાલ ક્રુડ બેરલદીઠ 100 ડોલરથી નીચે આવી ગયું છે પણ છતાં દબાણ છે.  દેશમાં છેલ્લે પેટ્રોલ-ડિઝલના ભાવ છેલ્લા ચાર નવેમ્બરના વધ્યા હતા. 

જો ક્રુડ ઓઈલ સસ્તુ થયું તો ભવિષ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવ  વધવાની શક્યતા ઘટશે. ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, જેનો 2-3 ટકા હિસ્સો રશિયાથી આવે છે. ભારતે એપ્રિલ 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન 17.6 કરોડ ક્રૂડની આયાત કરી હતી, જેમાંથી 36 લાખ રશિયાથી આવ્યું હતું. હાલ રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ રેટ પર 35 લાખ બેરલ ક્રૂડ ખરીદવા વાટાઘાટો થઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More