ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
તાલિબાને ભલે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હોય, પરંતુ સરકાર ચલાવવી તેના માટે સરળ રહેશે નહીં.
કારણ કે અમેરિકા અને IMF બાદ હવે વિશ્વ બેન્કે પણ મોટી કાર્યવાહી કરી છે.
વિશ્વ બેંકે અફઘાનિસ્તાનને આપવામાં આવનાર આર્થિક સહાય અટકાવી દીધી છે.
અફઘાનિસ્તાનની પરિસ્થિતિ, ખાસ કરીને મહિલા અધિકારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
વિશ્વ બેંકના પ્રવક્તાએ કહ્યું કે હાલમાં વિશ્વ બેંકે તમામ પ્રકારની નાણાકીય સહાય બંધ કરી દીધી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.