News Continuous Bureau | Mumbai
World’s Most Corrupt Countries: વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારની ( corruption ) સ્થિતિ વિશે માહિતી આપતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો ( Transparency International ) 180 દેશોનો ભ્રષ્ટાચાર રિપોર્ટ મંગળવારે જાહેર કરવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર ભારતમાં 2022ની સરખામણીએ 2023માં ભ્રષ્ટાચાર વધ્યો છે. સંસ્થાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023માં ભારત ( India ) ભ્રષ્ટાચાર પર્સેપ્શન ઈન્ડેક્સમાં 93મા સ્થાને આવી ગયું છે, જ્યારે એક વર્ષ પહેલા 2022માં તે 85મા સ્થાને હતું. 180 દેશોની આ રેન્કિંગમાં, નંબર 1 પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે, જ્યારે 180માં નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે.
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના ( Corruption Report ) અહેવાલ મુજબ, નિષ્ણાતો અને ઉદ્યોગ નેતાઓના જણાવ્યા અનુસાર, જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના સ્તર પર 180 દેશો અને પ્રદેશોને ઇન્ડેક્સ ( Corruption Perception Index ) રેન્ક આપે છે. તેનો સ્કેલ 0 થી 100 સુધીનો છે જેમાં અત્યંત ભ્રષ્ટાચાર માટે 0 નો ઉપયોગ થાય છે અને સંપૂર્ણ સ્વચ્છ છબીવાળા દેશ માટે 100 ગુણનો ઉપયોગ થાય છે.
#Bangladesh slips by two positions in the Corruption Perceptions Index (CPI) 2023 of Berlin-based Transparency International to become the 10th most corrupt country in the world. In the last decade, this is the worst performance of Bangladesh.
According to CPI, Bangladesh’s… pic.twitter.com/fmFNG41wMX
— All India Radio News (@airnewsalerts) January 30, 2024
આ યાદીમાં પાકિસ્તાન 133માં નંબર પર સ્થાન ધરાવે છે..
ભારતના પડોશી દેશોની વાત કરીએ તો, ભૂતાન 26માં સ્થાને છે અને દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે . આ યાદીમાં ચીન 76માં સ્થાને છે અને અહીં પણ 2022ની સરખામણીએ 2023માં ભ્રષ્ટાચાર વધ્યો છે. ભારતનો અન્ય એક પાડોશી દેશ શ્રીલંકા આ યાદીમાં 115માં નંબર પર છે, જેનો અર્થ એ છે કે અહીં ભારત કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર છે. આ યાદીમાં નેપાળ 108માં નંબર પર છે, પાકિસ્તાન 133માં નંબર પર, બાંગ્લાદેશ 149માં નંબર પર છે જ્યારે અફઘાનિસ્તાન 162માં નંબર પર છે. આમ, ભૂતાન અને ચીનને બાદ કરતાં મોટાભાગના પાડોશી દેશોમાં ભારત કરતાં વધુ ભ્રષ્ટાચાર છે.
આ સમાચાર પણ વાંચો : Mayank Agarwal: આ ભારતીય ક્રિકેટર સામે રચાયું ષડયંત્ર? ફલાઈટમાં પાણીમાં ઝેર આપ્યાની આશંકા.. પોલીસ તપાસ ચાલુ..
જો આપણે સૌથી ઓછા ભ્રષ્ટાચારવાળા દેશોની વાત કરીએ તો ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. આ પછી ફિનલેન્ડ બીજા, ન્યુઝીલેન્ડ ત્રીજા, નોર્વે ચોથા અને સિંગાપુર પાંચમા ક્રમે છે. સિંગાપોર એકમાત્ર એશિયન દેશ છે જે આ યાદીમાં ટોપ 10માં સામેલ છે. જ્યારે ટોપ 20ની વાત કરીએ તો સિંગાપોર સિવાય એશિયામાંથી માત્ર હોંગકોંગ અને જાપાન જ છે. સોમાલિયા વિશ્વમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે અને આ દેશ યાદીમાં 180મા ક્રમે છે. સોમાલિયા ઉપરાંત વેનેઝુએલા, સીરિયા, દક્ષિણ સુદાન, યમન અને ઉત્તર કોરિયા વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોમાં સામેલ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)