અધધધ…!! યુકેનું દંપતી લોટરીમાં જીત્યુ 1100 કરોડ.. પોતાના માટે લીધી સેકેન્ડ હેન્ડ કાર.. બાકીના પૈસાથી કર્યું કંઈક આવું… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

11 ડિસેમ્બર 2020 

તમને જો નાની મોટી લોટરી લાગે તો તમે શું કરો? આજે વાત કરવી છે એક એવાં દંપતીની જેણે બ્રિટનમાં એક લોટરીમાં મોટી રકમ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેઓએ આશરે 1100 કરોડ રૂપિયા જીત્યાં છે. આટલી મોટી રકમ જીતવા છતાં કપલે પોતાના માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદી છે. તેની પુત્રીઓ પણ સેકન્ડ હેન્ડ કારનો જ ઉપયોગ કરે છે. 

લોટરીમાં મોટી રકમ જીત્યા પછી, ફ્રાન્સિસ કોનોલીએ નક્કી કર્યું હતું કે તે તેના 50 મિત્રો અને સંબંધીઓને મદદ કરશે. પરંતુ બાદમાં તેણે લગભગ 175 પરિવારોને લોટરીના પૈસાથી મદદ કરી. ફ્રાન્સિસને કારણે, તેના ઘણા મિત્રો નવા મકાનો ખરીદવા સક્ષમ બન્યાં અને ઘણા લોકોએ તેમના દેવા પણ ચૂકવ્યા. 

એક અહેવાલ મુજબ, લોટરી જીત્યાના લગભગ 2 વર્ષ પછી, ફ્રાન્સિસ હવે કહે છે કે તેણે લોકોને સહાય રૂપે અડધાથી વધુ રકમ (આશરે 600 કરોડ રૂપિયા) આપી છે. તેણે કહ્યું કે તે આ હકીકતથી સૌથી વધુ ખુશ છે કે જેને તેણે પૈસા આપ્યા, તેઓએ પણ બીજા કોઈની પણ મદદ કરી છે. 

નોંધનીય છે કે ફ્રાન્સિસ અને તેના પતિ પેટ્રિકે બ્રિટનના 'ધ નેશનલ લોટરીના' યુરો મિલિયન પ્રોગ્રામ અંતર્ગત મોટી રકમ જીતી હતી. યુકેના છેલ્લા 25 વર્ષના ઇતિહાસમાં આટલી મોટી રકમની લોટરી જીતનાર તેઓ ચોથી વ્યક્તિ છે. 

ફ્રાન્સિસ કોનોલીએ કહ્યું કે મને દાગીના ખરીદવા કરતા લોકોને આર્થિક મદદ કરીને વધુ સંતોષ મળ્યો છે. આમ નાતાલના મહિનામાં અબજો રૂપિયા નું દાન કરીને વિશ્વને સારા સમાચાર અને પ્રેરણાદાયી સંદેશા પહોંચાડ્યા છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment