Wood Carving Painting : માધવમાલાની અંદાજિત ૫૦૦ વર્ષ જૂની વુડ કાર્વિંગની પરંપરાગત કળા આજે પણ જીવંત…

Wood Carving Painting : પરિવારો લાકડાના શિલ્પ કલાકૃતિના સદીઓ જૂના વારસામાંથી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. અંદાજિત ૫૦૦ વર્ષ જૂની વુડ કાર્વિંગની પરંપરાગત કળા શિલ્પકારોએ આજે પણ જીવંત રાખી છે.

News Continuous Bureau | Mumbai

Wood Carving Painting : 

Join Our WhatsApp Community

માધવમાલા આંધ્રપ્રદેશના સંયુક્ત મંડલમ જિલ્લામાં આવેલા યેર્પેડુ મંડળનું એક નાનું ગામ છે. આ ગામ તિરૂપતિ અને શ્રીકાલહસ્તીના જાણીતા શહેરો વચ્ચે આવેલું છે. 

Wood Carving Painting Centuries-old wooden artifacts from a small village in Andhra Pradesh reached corners of the world

તિરૂપતી નજીક મંડલમ જિલ્લાના નાનકડા માધવમાલા ગામના પરિવારો લાકડાના શિલ્પ કલાકૃતિના સદીઓ જૂના વારસાને આજે જીવંત રાખ્યો છે ત્યારે સુરતના અડાજણ સ્થિત સરસ મેળામાં આવેલા આંધ્રપ્રદેશના પી. શ્યામભાઈની વુડ કાર્વિંગની કલાકૃતિઓની ભારે માંગ રહેતા સરસ મેળાથી પ્રભાવિત થયા છે.

શિલ્પકાર પી. શ્યામ જણાવે છે કે, અમારા નાનકડા ગામથી સદીઓ જૂની લાકડાની કલાકૃતિઓ વિશ્વભરના ખૂણાઓ સુધી પહોંચી છે. અન્ય કલાકાર માધવમાલાના શ્રીનિવાસજીએ કહ્યું હતું કે, માધવમાલાએ આંધ્રપ્રદેશના સંયુક્ત મંડલમ જિલ્લામાં આવેલું નાનું ગામ છે.

 આ ગામ તિરૂપતિ અને શ્રીકાલહસ્તીના જાણીતા આધ્યાત્મિક શહેરો વચ્ચે આવેલું છે. માધવમાલા ગામના અનેક પરિવારો લાકડાના શિલ્પ કલાકૃતિના સદીઓ જૂના વારસામાંથી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. અંદાજિત ૫૦૦ વર્ષ જૂની વુડ કાર્વિંગની પરંપરાગત કળા શિલ્પકારોએ આજે પણ જીવંત રાખી છે.

વધુમાં શ્રીનિવાસજીએ વુડ કાર્વિંગની કલા વિશે જણાવતા કહ્યું હતું કે, સ્થાનિક કારીગરો એક ફૂટથી લઈને ૨૦ ફૂટ સુધીના સખત લાલ સેન્ડર્સ લાકડાનો ઉપયોગ કરીને કલાકૃતિઓ તૈયાર કરે છે. 

લાકડાની એક હજારથી લઈને દોઢ, બે લાખથી વધુની કિંમતની અલગ-અલગ પૌરાણિક મૂર્તિઓ બનાવવામાં આવે છે. એક જ લાકડામાંથી ભગવાન ગણેશ, સુબ્રમણ્ય સ્વામી, ભગવાન શિવ, દેવી લક્ષ્મી દેવી, ભગવાન વિષ્ણુના દસ અવતાર, તિરૂપતિ બાલાજી સહિત ગૃહ સુશોભનમાં ટીપોય્સ, રાઉન્ડ ટેબલ, વોલ પેનલ્સ, સ્ટેચ્યુ તેમજ દેવી-દેવતાઓની શિલ્પો બનાવે છે. વુડ કાર્વિંગ માટે અત્યાર સુધી કોઈ મશીન આવ્યું નથી. તેથી જૂની પરંપરા મુજબ ગામના શિલ્પકારો હાથ વડે અવનવી ડિઝાઈનની કૃતિઓ તૈયાર કરે છે.

 ગોઝ એક વક્ર બ્લેડ છે જે લાકડાના મોટા ભાગને સરળતાથી દૂર કરી શકે છે. કોતરણી અને ફિનિશિંગ પૂર્ણ થયા પછી, કલાકાર લાકડાને વિવિધ કુદરતી તેલ, જેમ કે અખરોટ અથવા અળસીનું તેલ, થી સીલ અને રંગ સાથે ગ્લોસ વાર્નિશ કરવામાં આવે છે. છીણીની મદદથી મજબૂત લાકડાનું કોતરકામ કરીને સુંદર મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.

વધુમાં તેઓ કહે છે કે, માધવમાલા ગામના લાકડાના શિલ્પોની લોકપ્રિયતા દેશ દેશાવર સુધી પહોચી છે. માધવમાલાના કારીગરોએ મંદિરના પ્રવેશદ્વારને શણગારવા માટે લાકડાની મોટી કોતરણી કરીને સુશોભન ટુકડાઓ ઉપર કરેલી કોતરણી ખૂબ જ લોકપ્રિય બની છે. સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલા શિલ્પો વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરીને વર્ષે દહાડે લાખ્ખોની આવક મેળવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Natural Farming : સુરતમાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા ખાસ પહેલ, ખેડુતોને ૦ કેન્દ્રો માટે ૨૫ પોર્ટેબલ એનાયત કરાયા

વધુમાં વુડ કાર્વિંગ કલા વિશે જણાવતા કહ્યું હતું કે, માધમમાલા ગામના કારીગરો જટિલ લાકડાના કારીગરીમાં નિષ્ણાત છે, દેવતાઓની મૂર્તિઓ, પૌરાણિક આકૃતિઓ, ઘરગથ્થુ વસ્તુઓ અને સુશોભન પેનલ જેવી વિવિધ વસ્તુઓ બનાવે છે. આ હસ્તકલા પ્રદેશના સાંસ્કૃતિક વારસામાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, જેમાં ડિઝાઇન ઘણીવાર પરંપરાગત વાર્તાઓ, મંદિર સ્થાપત્ય અને પ્રકૃતિથી પ્રેરિત હોય છે એમ તેમણે ઉમેર્યું હતું.

 (ખાસ લેખ: મહેશ કથીરિયા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version