Site icon

Hypermotard 698 Mono: Ducati Hypermotard 698 Mono ભારતમાં લોન્ચ, આમાં મળશે અનેક એડવાન્સ ફીચર્સ….જાણો શું છે કિંમત?

Hypermotard 698 નવી Ducati Hypermotard 698 Mono તેના ક્લાસિક લાલ રંગમાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ બાઇકમાં 659cc સિંગલ સિલિન્ડર એન્જિન છે જે 77.5PSનો પાવર અને 63 Nmનો ટોર્ક આપે છે.

Hypermotard 698 Mono Ducati Hypermotard 698 Mono Launched in India, It Will Get Many Advanced Features... Know What Is The Price

Hypermotard 698 Mono Ducati Hypermotard 698 Mono Launched in India, It Will Get Many Advanced Features... Know What Is The Price

 News Continuous Bureau | Mumbai

Hypermotard 698 Mono:  પ્રખ્યાત ઇટાલિયન મોટરસાઇકલ ઉત્પાદક ડુકાટીએ ( Ducati ) ભારતમાં તેની નવી બાઇક Hypermotard 698 Mono લોન્ચ કરી છે. કંપનીનો આમાં દાવો છે કે સિંગલ સિલિન્ડર એન્જિન સાથેની આ દુનિયાની સૌથી પાવરફુલ બાઇક છે. જેમાં બાઇકની ડિઝાઇન થોડી અલગ છે. 

Join Our WhatsApp Community

આ બાઇકમાં 12 લીટરની પેટ્રોલ ટેન્ક ઉપલબ્ધ થાય છે. તમે તેને સ્પોર્ટ્સ બાઇક ( Sports bike ) પણ કહી શકો છો. આ બાઇકના દેખાવ ઉપરાંત, ચાલો જાણીએ આ બાઇકના અન્ય ફીચર્સ અને કિંમત વિશે…

Hypermotard 698 Mono:  આ બાઈકમાં Y આકારના 5 સ્પોક એલોય વ્હીલ્સ છે….

Ducatiનું નવું Hypermotard 698 Mono 659cc સિંગલ સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે. જે 77.5PS પાવર અને 63 Nm ટોર્ક જનરેટ કરે છે. અત્યારે બજારમાં ઉપલબ્ધ તમામ બાઇકોમાં તમને આ બાઇકમાં સૌથી વધુ પાવર મળશે. આ બાઇકમાં સ્પોર્ટ્સ, અર્બન, વેટ રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે. બાઇકમાં એલ્યુમિનિયમ હેન્ડલબાર છે, જે બાઇકને સ્પોર્ટી ફીલ આપે છે.

આ સમાચાર પણ વાંચો : Surat: અગ્નિવીર ભરતી પૂર્વે તાલીમ માટે આદિજાતિ(ST) ઉમેદવારો માટે રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા નિ:શુલ્ક તાલીમ યોજાશે

આ બાઈકમાં Y આકારના 5 સ્પોક એલોય વ્હીલ્સ છે. તેમાં ડબલ C-LED હેડલાઇટ છે. આમાં સપાટ અને ઊંચી સીટ છે. આ સિવાય બાઇકમાં હાઇ ફ્રન્ટ મડગાર્ડ આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે, આ બાઇકમાં કોર્નરિંગ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ડુકાટી ટ્રેક્શન કંટ્રોલ, ડુકાટી વ્હીલી કંટ્રોલ, એન્જિન બ્રેક કંટ્રોલ, ડુકાટી પાવર જેવા વિવિધ ફીચર્સ આપવામાં આવ્યા છે.

નવી Hypermotard 698 Mono બાઇકની એક્સ-શોરૂમ કિંમત હાલ 16.50 લાખ રૂપિયા છે. ડુકાટીએ આ બાઇકને તેના ક્લાસિક રેડ કલરમાં હાલ રજૂ કરી છે. આની ડિલિવરી જુલાઈ 2024ના અંત સુધીમાં શરૂ થશે. આ એક હાઇ પરફોર્મન્સ બાઇક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kia Carens Clavis EV : દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ગાડી નું બુકિંગ શરૂ.. જલદી કરો…
FASTag Transfer: ફાસ્ટેગ મામલે બેંક બલદવી છે.. આ પગલાં લો…
Tesla enters India : ટેસ્લાની ભારતમાં ભવ્ય એન્ટ્રી, મુંબઈના બીકેસીમાં પ્રથમ ‘એક્સપિરિયન્સ સેન્ટર’ શરૂ! જાણો ક્યારથી શરૂ થશે બુકીંગ અને કિંમત…
Tesla India First Showroom: ટેસ્લા ભારતમાં પ્રવેશ કરશે, મુંબઈના BKCમાં પ્રથમ શોરૂમ આ તારીખે ખુલશે.. જાણો ભારતમાં વાહનની કેટલી હશે કિંમત
Exit mobile version