Lexie Alford Adventure Travel: આ મહિલાએ ઈલેક્ટ્રિક કારમાં 6 ખંડો, 27 દેશો અને 30,000 કિમીનો પ્રવાસ કરીને રેકોર્ડ બનાવ્યો.

Lexie Alford Adventure Travel: લેક્સી લિમિટલેસ તરીકે ઓળખતી બ્લોગરઅને સાહસિક લેક્સીએ ઈલેક્ટ્રિક કારમાં 6 ખંડો, 27 દેશો અને 30,000 કિલોમીટરની મુસાફરી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઈલેક્ટ્રિક વાહનમાં દુનિયાભરમાં ફરનારી તે વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ છે.

by Bipin Mewada
Lexie Alford Adventure Travel This woman set a record by traveling 6 continents, 27 countries and 30,000 km in an electric car

  News Continuous Bureau | Mumbai

Lexie Alford Adventure Travel: ઈલેક્ટ્રિક કારને લઈને સામાન્ય લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન કારની રેન્જને લઈને આવે છે. સામાન્ય રીતે લોકોમાં એવો ખ્યાલ હોય છે કે ઈલેક્ટ્રિક કાર વડે લાંબા અંતરની મુસાફરી કરવી સરળ નથી. ભારત જેવા દેશમાં ઈલેક્ટ્રિક કાર ( Electric car ) ચલાવવા માટે ચાર્જીનીંગ ઈન્ફ્રા કરવું એ એક મોટો પડકાર છે, પરંતુ જો બધું એક પ્લાન મુજબ કરવામાં આવે તો કંઈ પણ અશક્ય નથી. આવુ જ કંઈક સાહસિક લેક્સી આલ્ફોર્ડે કરી બતાવ્યું છે. 

લેક્સી લિમિટલેસ તરીકે ઓળખતી બ્લોગર ( Blogger ) અને સાહસિક લેક્સીએ ઈલેક્ટ્રિક કારમાં 6 ખંડો, 27 દેશો અને 30,000 કિલોમીટરની મુસાફરી ( traveling ) કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઈલેક્ટ્રિક વાહનમાં દુનિયાભરમાં ફરનારી તે વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ છે. આટલું જ નહીં લેક્સીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. વર્ષ 2019 માં, માત્ર 21 વર્ષની ઉંમરે, તેણે 195 દેશોની મુલાકાત લેવા બદલ ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

જો કે, આ વખતે સાહસિક લેક્સી આલ્ફોર્ડે યુરોપિયન ગ્રાહકો માટે રચાયેલ નવી ઓલ-ઈલેક્ટ્રીક ફોર્ડ એક્સપ્લોરર ઇલેક્ટ્રિક કારમાં ( all-electric Ford Explorer )  વિશ્વનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન, લેક્સીએ 6 ખંડોનો પ્રવાસ કર્યો હતો. તેમજ 27 દેશોમાંથી પસાર થઈ હતી અને એકલા ઇલેક્ટ્રિક કાર દ્વારા 30,000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. આ સમય દરમિયાન, લેક્સીએ આફ્રિકામાં વીજળીની અછત, ચિલીના અટાકામા રણમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, પાકા રસ્તાઓ, પર્વતીય માર્ગો અને ભયંકર ઠંડી સામે લડીને આ સિદ્ધિ મેળવી હતી.

 ફોર્ડ એક્સપ્લોરરને ( Ford Explorer ) યુરોપિયન માર્કેટ માટે તૈયાર કર્યું છે…

ઉલ્લેખનીય છે કે, ફોર્ડ એક્સપ્લોરર ઈલેક્ટ્રિક કાર જે લેક્સીએ પોતાની સાહસિક યાત્રા દરમિયાન વાપરી હતી, તે પ્રી-પ્રોડક્શન મોડલ છે. જે અંગે કંપનીનો દાવો છે કે તેને તમામ પ્રકારની રોડની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ મુસાફરી દરમિયાન કારને ચાર્જ કરવા માટે AC વોલ ચાર્જર અને 2.2 kw ક્ષમતાના DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Satellite Based Toll System: ફાસ્ટેગ અને ટોલ પ્લાઝાની ઝંઝટનો અંત આવશે, સેટેલાઇટથી સીધા જ પૈસા કપાશે.. જાણો કેવી રીતે કામ કરશે નવી ટોલ સિસ્ટમ.

કંપનીએ ફોર્ડ એક્સપ્લોરરને યુરોપિયન માર્કેટ માટે તૈયાર કર્યું છે. યુરોપમાં વિકસિત આ ફોર્ડની પ્રથમ ઇલેક્ટ્રિક પેસેન્જર કાર છે. જે જર્મન એન્જિનિયરિંગ, અમેરિકન સ્ટાઇલ અને વધુ સારા પ્રમાણભૂત વિશિષ્ટતાઓને જોડે છે. કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક SUV સિંગલ ચાર્જ પર 602 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. એક્સપ્લોરરને સિંગલ મોટર રીઅર-વ્હીલ ડ્રાઇવ (RWD) અથવા ડ્યુઅલ મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) પાવરટ્રેન્સની પસંદગી સાથે ઓફર કરવામાં આવે છે.

બંનેમાં વિસ્તૃત શ્રેણી, લિથિયમ-આયન નિકલ મેંગેનીઝ કોબાલ્ટ (NMC) બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે યુરોપીયન આબોહવા અનુસાર વધુ સારું પ્રદર્શન આપે છે. AWD મોડલ 185 kW DC ફાસ્ટ ચાર્જિંગનો ઉપયોગ કરીને 10-80 ટકાથી ચાર્જ થવામાં લગભગ 26 મિનિટ 5 લે છે. એટલે કે આ ઇલેક્ટ્રિક કાર ઝડપથી ચાર્જ થાય છે.

આ ઈલેક્ટ્રિક કાર ન માત્ર ઝડપી ચાર્જ થાય છે પરંતુ તે પિક-અપની બાબતમાં પણ ઉત્તમ છે. તેની ઇલેક્ટ્રિક મોટર 300 પીએસની શક્તિ જનરેટ કરે છે અને કંપનીનું કહેવું છે કે તેનું ઓલ વ્હીલ ડ્રાઇવ મોડલ માત્ર 5.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે. આ SUV 1200 કિલોગ્રામ સુધીનો ભાર પણ ખેંચી શકે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More