Tata Altroz Racer: ટાટા​​એ રેસિંગ લુક સાથે જોરદાર સ્પીડ ધરાવતી ટાટા અલ્ટ્રોઝ રેસર કાર ભારતમાં કરી લોન્ચ..જાણો શું છે કિંમત અને ફીચર્સ.

Tata Altroz Racer: ટાટા મોટર્સે ભારતમાં લોંચ કરી તેની સ્પોર્ટી લુકવાળી પાવરફુલ કાર ટાટા અલ્ટ્રોઝ રેસર કાર. આ કારમાં તેની રેગ્યુલર અલ્ટ્રોઝ કરતા વધુ સ્પીડ અને સ્ટાઇલ ધરાવે છે. આ કારમાં 1.2 લીટર ટર્બોચાર્જ્ડ એન્જીન છે અને ઘણી હાઈટેક ફીચર્સ પણ ઉપલબ્ધ હશે. જેમાં તેની સ્પર્ધા હવે Hyundai i20 N લાઈન સાથે થશે

by Bipin Mewada
Tata Altroz Racer Tata Altroz ​​has launched its super speedy car with a racing look in India.. Know the price and features..

News Continuous Bureau | Mumbai

Tata Altroz Racer: દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે ( Tata Motors ) ભારતીય બજારમાં તેની નવી કાર Altroz ​​Racer લોન્ચ કરી છે. આ કાર મૂળભૂત રીતે કંપનીની પ્રીમિયમ હેચબેક Tata Altrozનું નવું સ્પોર્ટી મોડલ છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ હેચબેક કારની હાલ પ્રારંભિક કિંમત 9.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.  

ઉલ્લેખનીય છે કે, 2023 ઓટો એક્સપોમાં ( Auto Expo ) કંપની દ્વારા પહેલીવાર Altroz ​​Racer ને દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જે બાદ તેને થોડા મહિના પહેલા ઈન્ડિયા મોબિલિટી એક્સપોમાં પણ દર્શાવવામાં આવી હતી. નવા ગ્રાફિક્સની સાથે આ કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ  ( Car Features ) પણ સામેલ કરવામાં આવ્યા છે, જે તેને રેગ્યુલર મોડલ કરતા વધુ સ્પોર્ટી ( Sporty ) અને સારી બનાવે છે.

Tata Altroz Racer: કંપનીએ તેની અલ્ટ્રોઝ રેસરને હવે વધુ સ્પોર્ટી બનાવી છે…

કંપનીએ તેની અલ્ટ્રોઝ રેસરને હવે વધુ સ્પોર્ટી બનાવી છે. આમાં બોનેટથી લઈને કારની છત સુધી રેસિંગ સ્ટ્રીપ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સિવાય ફ્રન્ટ ફેન્ડર પર ‘RACER’ બેજિંગ આપવામાં આવ્યું છે. ગ્રીલમાં થોડો ફેરફાર પણ જોવા મળે છે. કંપનીએ આ કારમાં 16 ઈંચના એલોય વ્હીલ્સ આપ્યા છે.  જેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. કેબિનમાં પણ ઓરેન્જ એક્સેંટનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેના આંતરિક ભાગને વધુ સ્પોર્ટી બનાવે છે. 

ટાટા મોટર્સે તેની નવી કારમાં 1.2 લિટરની ક્ષમતાવાળા 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 120Psનો પાવર અને 170Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ એક સારો ઉમેરો છે. કારણ કે નિયમિત iTurbo એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે આવે છે. આ કાર બજારમાં મુખ્યત્વે Hyundai i10 N Line સાથે સ્પર્ધા કરશે. 

આ સમાચાર પણ વાંચો : Upcoming IPO: પૈસા તૈયાર રાખો! આવી રહ્યો છે શેરબજારમાં આ ધાંસુ IPO, રોકાણકારો થશે માલામાલ.

Tata Altroz Racer: આ કાર કુલ ત્રણ વેરિઅન્ટમાં આવે છે…

અલ્ટોર્ઝ રેસરમાં, કંપનીએ 360-ડિગ્રી કેમેરા સિસ્ટમ, 26.05 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), 7.0 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સનરૂફ અને 6 એરબેગ્સ જેવી સુવિધાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ કાર કુલ ત્રણ વેરિઅન્ટમાં આવે છે, જેમાં R1, R2 અને R3નો સમાવેશ થાય છે. આ સિવાય આ કારને ત્રણ કલરમાં રજૂ કરવામાં આવી છે. જેમાં પ્યોર ગ્રે, એટોમિક ઓરેન્જ અને એવન્યુ વ્હાઇટનો સમાવેશ થાય છે. 

Tata Altroz Racer: અલ્ટ્રોઝ રેસર વેરિઅન્ટ્સ અને તેમની કિંમતો

વેરિઅન્ટ્સ કિંમત (એક્સ-શોરૂમ)

R1                  9.49 લાખ રૂપિયા

R2                 10.49 લાખ રૂપિયા

R3                  10.99 લાખ રૂપિયા

આ સમાચાર પણ વાંચો :  Mumbai Rains: મુંબઈમાં મેઘમહેર, શહેરના આ વિસ્તારમાં માત્ર 3 કલાકમાં 150 મીમી વરસાદ ખાબક્યો, કમર સુધી રસ્તાઓ પર ભરાયું પાણી; જુઓ વિડિયો

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More