News Continuous Bureau | Mumbai
Tata Punch EV Discount Offer: ટાટા મોટર્સે આ વર્ષની શરૂઆતમાં ટાટા પંચનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ બજારમાં લૉન્ચ કર્યું હતું. Tata Punch EV 17 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી. હવે કંપની આ વેરિઅન્ટ પર પહેલીવાર ડિસ્કાઉન્ટ ( Discount Offer ) આપી રહી છે. ટાટા પંચ EV પર રોકડ ડિસ્કાઉન્ટની સાથે વીમા લાભો પણ આપવામાં આવી રહ્યા છે. તેમજ કંપનીએ તેના ફાસ્ટ ચાર્જિંગ વેરિઅન્ટ માટે સૌથી વધુ કિંમત રાખી છે. આ કારમાં બે બેટરી પેક આપવામાં આવી રહ્યા છે.
Tata Punch EV પર 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને વિમા લાભો આપવામાં આવી રહ્યા છે. મિડીયા રિપોર્ટ અનુસાર, ટાટાની આ કાર પર 20 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, વીમા ( Insurance ) અને વધારાના ડીલર ડિસ્કાઉન્ટ સહિત, EV પર કુલ લાભો રૂ. 50 હજાર સુધી ઉપલબ્ધ છે. જો કે, અલગ-અલગ શહેરો અને ડીલરોના મતે આ ડિસ્કાઉન્ટ ઓફરમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
Citroenના EV મોડલની કિંમત ટાટાના વેરિઅન્ટ્સ કરતા ઓછી કિંમતની શ્રેણીમાં છે…
Tata Punch EVની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 15.49 લાખ સુધી જાય છે. આમાં તેના ( Tata Motors ) ટોપ-સ્પેક પંચ EV એમ્પાવર્ડ +S LR AC ફાસ્ટ ચાર્જર વેરિઅન્ટની ( Charger variant ) કિંમત સૌથી વધુ છે. આ વેરિઅન્ટની કિંમત 15.49 લાખ રૂપિયા છે. જો કે, ડિસ્કાઉન્ટ ઓફર બાદ આ વેરિઅન્ટની કિંમત 15 લાખ રૂપિયાની રેન્જમાં આવી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : IPL 2024: લખનૌને લાગ્યો મોટો ઝટકો, ટીમનો બે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ખેલાડી મયંક યાદવ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાંથી થયો બહાર..
જો આપણે કિંમત પર નજર કરીએ તો, Citroenના EV મોડલની કિંમત ટાટાના વેરિઅન્ટ્સ કરતા ઓછી કિંમતની શ્રેણીમાં છે. તેના ટોપ-સ્પેક Citroen e-C3 શાઇન ડ્યુઅલ ટોન વાઇબની કિંમત Tata Punch EV કરતાં રૂ. 1.5 લાખ ઓછી છે. Citroen e-C3ની એક્સ-શોરૂમ કિંમત 13.35 લાખ રૂપિયા છે.
Tata Punch EVના ટોપ-સ્પેક એમ્પાવર્ડ +S LR AC ફાસ્ટ ચાર્જર વેરિઅન્ટમાં ARAI સાથે 35kWhની બેટરી આપવામાં આવી રહી છે. આ સાથે આ વાહન એક જ ચાર્જમાં 421 કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે. આ બેટરી પેક 122 એચપીનો પાવર જનરેટ કરે છે. ઉપરાંત, આ કારમાં સનરૂફ, સારી લાઇટિંગ, 360-ડિગ્રી કેમેરા ફીચર અને 10.25-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.