News Continuous Bureau | Mumbai
Power Petrol Vs Normal Petrol: ઘણીવાર પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવતી વખતે, તમે નોંધ્યું હશે કે એક મશીનમાં તમને સામાન્ય પેટ્રોલ મળે છે અને બીજા મશીનમાં પાવર પેટ્રોલ ( Power Petrol ) લખેલું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પાવર પેટ્રોલ અને સામાન્ય પેટ્રોલમાં શું તફાવત છે. તેમજ, ઘણા લોકો એ નથી જાણતા કે, પાવર પેટ્રોલ અને સામાન્ય પેટ્રોલ આ બંનેમાંથી વાહનમાં કયું ઇંધણ ભરવા માટે યોગ્ય છે. અમે તમને એ પણ જણાવીશું કે પાવર પેટ્રોલ ખરેખર વાહન માટે વધુ ફાયદાકારક છે કે નહીં. ચાલી જાણીયે વિગતવાર..
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ પંપ ( Petrol pump ) પર અલગ-અલગ પ્રકારના ઈંધણ મળે છે અને તેની કિંમતો પણ અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જે વધુ મોંઘું હશે તે વધુ સારું રહેશે. આવી સ્થિતિમાં સામાન્ય પેટ્રોલ ( Normal Petrol ) કરતાં પણ મોંઘું પેટ્રોલ સારું હોવું જોઈએ. આ સિવાય પાવર પેટ્રોલને ઘણા અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ પાવર પેટ્રોલને એક્સ્ટ્રા માઈલ, સ્પીડ અને હાઈ સ્પીડ જેવા નામોથી ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ત્રણેય પાવર પેટ્રોલના નામ જ છે.
Power Petrol Vs Normal Petrol: પાવર પેટ્રોલમાં ઓક્ટેનનું પ્રમાણ વધુ હોય છે…
સામાન્ય પેટ્રોલ અને પાવર પેટ્રોલ વચ્ચે ઘણા તફાવત છે. ખરેખર, પાવર પેટ્રોલમાં ઓક્ટેનનું પ્રમાણ વધુ હોય છે. નોંધનીય છે કે, સામાન્ય પેટ્રોલમાં ઓક્ટેન રેટિંગ 87 સુધી છે. જ્યારે પાવર પેટ્રોલમાં ઓક્ટેન રેટિંગ 91 થી 94 સુધી જાય છે.
આ સમાચાર પણ વાંચો : Tata Group Market Cap: Tata Group એ ઈતિહાસ રચ્યો, માર્કેટ કેપ 400 બિલિયન ડોલરને પાર પહોંચ્યું.. જાણો વિગતે
હવે તમે વિચારી રહ્યા હશો કે આ ઓક્ટેન શું છે. વાસ્તવમાં, પાવર પેટ્રોલમાં વધુ ઓક્ટેન હોય છે જે પેટ્રોલ એન્જિનમાં એન્જિન-નૉકિંગ અને વિસ્ફોટને ઘટાડવામાં મદદ કરે છે. તે તમારા એન્જિનમાંથી આવતા અવાજને પણ ઘટાડે છે. વધુ ઓક્ટેનની મદદથી, તમારા વાહનનું એન્જિન તેની સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવાનું શરૂ કરે છે.
પાવર પેટ્રોલ સામાન્ય પેટ્રોલ ( Petrol Price ) કરતા મોંઘુ હોવા છતાં આ પેટ્રોલના ઘણા ફાયદા પણ છે. તમારા વાહનમાં પાવર પેટ્રોલનો ઉપયોગ કરવાથી તમારું વાહન વધુ માઈલેજ આપવાનું શરૂ કરશે. આ સિવાય તમારું વાહન પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કરવાનું શરૂ કરશે. પાવર પેટ્રોલની મદદથી, તમારી કાર ઠંડા વાતાવરણમાં પણ સરળતાથી સ્ટાર્ટ થશે. પાવર પેટ્રોલના આવા બીજા ઘણા ફાયદા છે. પરંતુ તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતા વધારે હોય છે.