News Continuous Bureau | Mumbai
Royal Enfield Guerrilla: દેશની જાણીતી બાઇક નિર્માતા કંપની રોયલ એનફિલ્ડ ( Royal Enfield ) ટૂંક સમયમાં જ હવે એક નવી બાઇક લોન્ચ કરવા જઇ રહી છે. રોયલ એનફિલ્ડની બાઇકને દેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કંપની હવે 450 સીસી એન્જિનવાળી નવી બાઇક રોયલ એનફિલ્ડ ગુરિલ્લા લોન્ચ કરવા જઇ રહી છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે, કંપનીની આ બાઇકની કિંમત રોયલ એનફિલ્ડ હિમાલયન ( Royal Enfield Himalayan ) કરતા પણ ઓછી રાખવામાં આવી શકે છે. આ આવનારી બાઇક રોડસ્ટર બનવા જઇ રહી છે.
આ રોયલ એનફીલ્ડ બાઇકનું ( Royal Enfield Guerrilla 450 ) એન્જિન પણ જોરદાર બનવાનું છે. કંપની આ બાઇકને હિમાલયન 450 પર આધારિત 452 સીસી લિક્વિડ-કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન સાથે લોન્ચ કરવા જઇ રહી છે. આ એન્જિન 40 bhpનો પાવર અને 40એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. સાથે જ તેને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે. તો આ બાઈકની ડિઝાઈન પણ ખૂબ જ આકર્ષક બનવાની છે. આ બાઇકને એલઇડી હેડલાઇટ આપવામાં આવશે જ્યારે ફ્યુઅલ ટેન્ક હિમાલય જેવી જ બનવામાં આવશે. આ સિવાય રોયલ એનફીલ્ડ ગુરિલ્લામાં 17 ઇંચની એલોય વ્હીલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Royal Enfield Guerrilla: આગામી રોયલ એનફિલ્ડ ગુરિલ્લામાં ઘણા આધુનિક ફીચર્સ પણ જોવા મળશે….
આગામી રોયલ એનફિલ્ડ ગુરિલ્લામાં ઘણા આધુનિક ફીચર્સ પણ જોવા મળશે. આ બાઇકમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે, ડિજિટલ સ્પીડોમીટર, ઓડોમીટર, હેઝાર્ડ વોર્નિંગ ઇન્ડિકેટર્સ સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ હશે, જે રોયલ એનફિલ્ડ હિમાલયન 450માં પણ આપવામાં આવે છે. સાથે જ ડ્યુઅલ ચેનલ એબીએસ પણ બાઇકના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ સાથે જોવા મળશે, જે આ બાઇકને શાનદાર રોડસ્ટર બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : Road Trip: થાઈલેન્ડ જ નહીં, ભારતમાંથી તમે કાર રોડ ટ્રીપ દ્વારા આ 19 દેશોની મુલાકાત લઈ શકો છો.. જાણો ક્યાં દેશનું અંતર કેટલું…
જાણકારી અનુસાર રોયલ એનફીલ્ડની આ નવી બાઇકને રોયલ એનફિલ્ડ હિમાલયન 450થી પણ ઓછી કિંમતમાં બજારમાં ઉતારી શકે છે. સાથે જ આ બાઇક લોન્ચ થતા જ ટ્રાયમ્ફ સ્પીડ 400 જેવી બાઇકને સીધી સ્પર્ધા પણ આપી શકશે. રોયલ એનફિલ્ડે કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ વિવિધ નવી મોટરસાયકલો ભારતમાં લોન્ચ કરશે અને રોયલ એનફિલ્ડ ગુરિલ્લા સ્ટ્રીટ નેકેડ સેગમેન્ટમાં કંપનીનો પ્રથમ પ્રવેશ હશે.