Site icon News Continuous Bureau | Mumbai

Homemade Tan Removal Face Mask: ટેનિંગથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ જ મિટાવશે કાળાશ, ગણતરીના દિવસોમાં જ ખીલી ઉઠશે તમારો ચહેરો.

Homemade Tan Removal Face Mask: નેચરલ સ્કિનકેર: દહીં, બેસન અને એલોવેરા જેવા રસોડાના સાધનોથી દૂર કરો સન ટેનિંગ; ત્વચાને ઠંડક આપવા અને કુદરતી નિખાર લાવવા માટેના બેસ્ટ ઘરેલુ નુસખા.

5 Effective Homemade Face Masks to Remove Sun Tan Naturally Get Glowing Skin This Summer

5 Effective Homemade Face Masks to Remove Sun Tan Naturally Get Glowing Skin This Summer

News Continuous Bureau | Mumbai

Homemade Tan Removal Face Mask: ઉનાળાની શરૂઆત થતા જ ચહેરો મુરઝાયેલો અને કાળો દેખાવા લાગે છે. મોંઘા ટ્રીટમેન્ટ્સ કરાવવાને બદલે જો તમે નિયમિતપણે આ કુદરતી ફેસ માસ્કનો ઉપયોગ કરશો, તો ટેનિંગ ઝડપથી દૂર થશે. આ ફેસ પેક્સ માત્ર ટેન જ નથી ઘટાડતા પણ ત્વચાને હાઇડ્રેટ અને મુલાયમ પણ રાખે છે.ટેનિંગ દૂર કરવા માટેના ૫ અસરકારક ઘરેલુ ફેસ માસ્ક નીચે મુજબ છે:
૧. બેસન અને દૂધનો ફેસ પેક
બેસન ત્વચાને એક્સ્ફોલિએટ કરે છે અને ડેડ સ્કિન દૂર કરે છે.
રીત: બે ચમચી બેસનમાં બે ચમચી દૂધ અને એક ચપટી હળદર ઉમેરી પેસ્ટ બનાવો. તેને ૧૫ મિનિટ ચહેરા પર લગાવી હૂંફાળા પાણીથી ધોઈ લો.
૨. દહીં અને હળદરનો માસ્ક
દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાની રંગત સુધારે છે અને મોઈશ્ચરાઈઝ કરે છે.
રીત: બે ચમચી દહીંમાં ચપટી હળદર અને એક ચમચી મધ મિક્સ કરી ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ પછી ધોઈ લો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :Sprouted Moong Benefits: સવારે ખાલી પેટે ફણગાવેલા મગ ખાવાના ફાયદા જાણી ચોંકી જશો, ડાયાબિટીસથી લઈ વજન ઘટાડવા સુધી છે રામબાણ ઈલાજ. 

૩. ટામેટા અને મધનો ફેસ માસ્ક
ટામેટામાં નેચરલ બ્લીચિંગ ગુણો હોય છે જે ત્વચાને બ્રાઈટ બનાવે છે અને ઓઈલ કંટ્રોલ કરે છે.
રીત: બે ચમચી ટામેટાના રસમાં એક ચમચી મધ ભેળવી ૧૦-૧૫ મિનિટ ચહેરા પર લગાવો, ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ લો.
૪. એલોવેરા અને લીંબુનો પેક
એલોવેરા ત્વચાને ઠંડક આપે છે અને લીંબુ ટેનિંગ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
રીત: બે ચમચી એલોવેરા જેલમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી ૧૫ મિનિટ લગાવો અને પછી સાફ કરી લો.
૫. કાકડી અને ચંદનનો માસ્ક
આ માસ્ક સનબર્ન અને બળતરામાં તરત રાહત આપે છે અને ત્વચાને શાંત કરે છે.
રીત: બે ચમચી કાકડીનો રસ અને એક ચમચી ચંદન પાવડર મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવી ૧૫ મિનિટ પછી ધોઈ લો.

 

Homemade Collagen Cream કેમિકલવાળી ક્રીમ પાછળ હજારો રૂપિયા ખર્ચવાનું બંધ કરો! રસોડાની આ ૪ વસ્તુઓથી બનાવો ડીઆઇવાય ક્રીમ, કરચલીઓ થશે ગાયબ
Unique Hair Growth Hacks વાળની ઝડપી ગ્રોથ વધારવા અપનાવો આ ૫ અનોખી રીતો જે કદાચ તમે અત્યાર સુધી ક્યારેય નહીં સાંભળી હોય
Night Skincare Routine મોર્નિંગ ગ્લો મેળવવાનું સિક્રેટ! રાત્રે સૂતા પહેલાં આ 5 સ્ટેપ્સ અપનાવો, ચહેરા પર આવશે કુદરતી નિખાર
Desi Ghee Face Cream ગ્લોઈંગ અને ચમકદાર ત્વચા માટે ઘરે જ બનાવો દેશી ઘીની ફેસ ક્રીમ, ત્વચા બનશે મોઇશ્ચરાઇઝ્ડ અને મુલાયમ
Exit mobile version