News Continuous Bureau | Mumbai
Alia Bhatt Skincare Routine: જેમ જેમ ઉંમર વધે છે તેમ ચહેરાની ચમક ઘટતી જાય છે, પણ જો તમે આલિયા ભટ્ટ જેવી સ્કિન કેર રુટિન અપનાવો તો 45ની ઉંમરે પણ તમારો ચહેરો યુવાન અને તેજસ્વી રહી શકે છે. આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર પોતાની સ્કિન કેર રુટિન શેર કરતી રહે છે, જેમાં તે સવારે બરફના ટુકડા, સોફ્ટ ક્લીનઝર, જેલ બેઝ્ડ મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે.
આલિયા ભટ્ટ નું સ્કિન કેર રુટિન
- સવારે ચહેરા પર બરફ લગાવવો
- સોફ્ટ ક્લીનઝરથી ચહેરા પરની ધૂળ દૂર કરવી
- જેલ બેઝ્ડ મોઈશ્ચરાઈઝરથી ચહેરાને હાઈડ્રેટ રાખવો
- તડકા માં જતા પહેલા સનસ્ક્રીન લગાવવું
- આ રુટિન રોજ ફોલો કરો
ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર
- લીલા શાકભાજી, ફળ, નટ્સ અને ઓમેગા-3થી ભરપૂર ખોરાક
- દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો
- 7-8 કલાક ઊંઘ લેવી
- તણાવથી દૂર રહેવું
- નિયમિત યોગ અને મેડિટેશન કરવું
આ સમાચાર પણ વાંચો : Neem Face Pack : લીમડાના આ ફેસ પેકથી ચહેરા પરના ખીલ ફટાફટ છૂમંતર થઇ જશે, એક પણ ડાઘા-ધબ્બા નહીં રહે, જાણો બનાવવાની રીત
આલિયા જેવી ચમક માટે શું ટાળવું?
- વધુ તળેલું અને શુગરવાળું ખોરાક
- ઓછી ઊંઘ અને વધુ તણાવ
- સ્કિન પર હાર્શ કેમિકલ્સ વાપરવા
- સનસ્ક્રીન વગર તડકા માં જવું
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)