News Continuous Bureau | Mumbai
Apple Cider Vinegar for Foot Care: પગની ત્વચા એ શરીરનો એવો ભાગ છે જે દિવસભર ધૂળ, ગંદકી, પસીનો અને ટાઈટ જૂતાંના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ફંગલ ઇન્ફેક્શન, દુર્ગંધ, ટેનિંગ , ડ્રાય સ્કિન અને ફોડા-ફુંસી જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ સમસ્યાઓ માટે દવાઓનો સહારો લેવાય છે, પણ એક કુદરતી ઉપાય છે – એપલ સાઈડર વિનેગર, જે પગની ત્વચાને સ્વસ્થ અને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.
એન્ટી-ફંગલ ગુણધર્મ
એપલ સાઈડર વિનેગરમાં રહેલું એસિટિક એસિડ ફંગલ ઇન્ફેક્શન સામે અસરકારક છે. તે ત્વચા પર બેક્ટેરિયા અને ફંગસના વિકાસને અટકાવે છે.એપલ સાઈડર વિનેગરના એન્ટીબેક્ટેરિયલ ગુણ દુર્ગંધ પેદા કરનારા બેક્ટેરિયાને નષ્ટ કરે છે, જેના કારણે પગ તાજા અને સ્વચ્છ રહે છે.નખોની આસપાસના ફંગલ ઇન્ફેક્શન માટે પણ ઉપયોગી છે.ત્વચાની ઉપરની ડેડ સેલ્સ દૂર કરીને ધૂપથી કાળી પડેલી ત્વચાને સાફ કરે છે.આ ઉપરાંત એન્ટીસેપ્ટિક ગુણ ત્વચાની જળન અને સોજાને શાંત કરે છે. તેમજ પીએચ લેવલ સંતુલિત રાખીને ત્વચાને હાઈડ્રેટ કરે છે, જેના કારણે પગની ત્વચા નરમ અને તંદુરસ્ત રહે છે.
આ સમાચાર પણ વાંચો : Mango Seeds: જો તમે પણ કેરી ખાઈ ને ગોટલી ફેંકી દેતા હોવ તો એકવાર વાંચી લેજો આ લેખ, વાળની વૃદ્ધિથી લઈને ત્વચા સુધી મળે છે આ અદભૂત ફાયદા
ઉપયોગ કરવાની રીત
- ફૂટ સોક: ટબમાં ગરમ પાણી ભરી 1 કપ એપલ સાઈડર વિનેગર ઉમેરો. પગ 15–20 મિનિટ સુધી ભીંજવો. પછી લૂછી ને મોઈસ્ચરાઈઝર લગાવો.
- સ્પોટ ટ્રીટમેન્ટ: કોટન બોલમાં વિનેગર લઈને ફંગલ અસરગ્રસ્ત જગ્યાએ લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો.
- ડ્રાય સ્કિન માટે: 1 ભાગ વિનેગર અને 2 ભાગ પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરો અને રોજ પગ પર છાંટો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)