Site icon News Continuous Bureau | Mumbai

Beauty Care Home Remedies: બ્યુટી પાર્લર જેવો ગ્લો હવે રસોડામાંથી જ મળશે! બટેટાથી લઈને ડુંગળી સુધી… જાણો કઈ શાકભાજીનો રસ કેવી રીતે વધારશે તમારું સૌંદર્ય.

Beauty Care Home Remedies: ત્વચા ચમકાવવા અને વાળ ખરતા અટકાવવા રસોડાની આ ચીજો છે રામબાણ; ડાઘ-ધબ્બા અને ડાર્ક સર્કલથી મુક્તિ મેળવવા અજમાવો આ દેશી નુસખાઓ

Beauty Care Home Remedies From Onion to Potato – How to Use Vegetable Juices for Glowing Skin and Strong Hair

Beauty Care Home Remedies From Onion to Potato – How to Use Vegetable Juices for Glowing Skin and Strong Hair

News Continuous Bureau | Mumbai

Beauty Care Home Remedies:સારી ત્વચા અને વાળ માટે માત્ર મોંઘી ક્રીમ જ નહીં, પરંતુ આપણે શું ખાઈએ છીએ અને ત્વચા પર શું લગાવીએ છીએ તે પણ મહત્વનું છે. શાકભાજી વિટામિન અને મિનરલ્સનો ખજાનો છે. જો તમે ડુંગળી, બટેટા, ટામેટા અને લસણ જેવી સામાન્ય વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જાણતા હોવ, તો તમે પાર્લર જેવો નિખાર ઘરે જ મેળવી શકો છો.

Join Our WhatsApp Channel

મુખ્ય શાકભાજી અને તેના ઉપયોગો

1. બટેટાનો રસ (ચેહરો ચમકાવવા માટે):

બટેટામાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે જે ત્વચાને તરત નિખાર આપે છે.
કેવી રીતે વાપરવું: બટેટાનો રસ, ટામેટાનો રસ, ચોખાનો લોટ અને એલોવેરા જેલ ભેળવીને ફેસ પેક બનાવો. તેમાં ગુલાબજળ ઉમેરી અઠવાડિયામાં બે વાર લગાવો. આનાથી ટેનિંગ દૂર થશે અને સ્કિન ગ્લો કરશે.

2. ડુંગળીનો રસ (મજબૂત વાળ માટે):

ડુંગળીમાં સલ્ફર હોય છે જે કેરાટિનના ઉત્પાદનમાં મદદ કરે છે, જેનાથી વાળ ઘટ્ટ અને કાળા બને છે.
કેવી રીતે વાપરવું: ડુંગળીના રસને રૂ (Cotton) ની મદદથી સ્કેલ્પ પર લગાવો અને 1 કલાક પછી શેમ્પૂ કરી લો. જો ડેન્ડ્રફની સમસ્યા હોય તો તેમાં આદુનો રસ મિક્સ કરીને લગાવવાથી વધુ ફાયદો થાય છે.

આ સમાચાર પણ વાંચો: Copper vs Glass Bottle: સ્વાસ્થ્ય માટે કઈ બોટલ શ્રેષ્ઠ? તાંબા અને કાચની બોટલના પાણીમાં રહેલા ગુણધર્મો વિશે જાણો સંપૂર્ણ માહિતી

3. ટામેટાનો રસ (ડાઘ-ધબ્બા દૂર કરવા):

ટામેટા ત્વચાના છિદ્રો (Pores) ને ટાઈટ કરવાનું અને ડાઘ દૂર કરવાનું કામ કરે છે.
કેવી રીતે વાપરવું: ટામેટાના રસને ચણાના લોટ (બેસન) અને ચપટી હળદર સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ સિવાય ઠંડા ટામેટાના ટુકડાને ચહેરા પર ઘસવાથી ચહેરો સાફ અને ચમકદાર બને છે.

4. લસણનો રસ (મજબૂત નખ માટે):

જો તમારા નખ વારંવાર તૂટી જતા હોય તો લસણ ખૂબ જ અસરકારક છે.
કેવી રીતે વાપરવું: લસણનો રસ કાઢી તેમાં 10 મિનિટ સુધી નખ ડુબાડી રાખો અથવા લસણની કળીને સીધી નખ પર ઘસો. આનાથી નખ મજબૂત અને ચમકદાર બનશે.

5. કાકડીનો રસ (આંખો અને હાઇડ્રેશન માટે):

કાકડી ઠંડક આપે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે.
કેવી રીતે વાપરવું: કાકડીને છીણીને આંખો પર રાખવાથી ડાર્ક સર્કલ ઓછા થાય છે. જો પગની ત્વચા સૂકી થઈ ગઈ હોય, તો જૈતુનનું તેલ (Olive Oil), લીંબુ અને કાકડીનો રસ મિક્સ કરીને લગાવવાથી ત્વચા મુલાયમ બને છે.

 

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version