Site icon

Beauty tips: સ્વાસ્થ્ય ની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે ધાણાના પાન, આ રીતે બનાવો કોથમીરના પાન નો પેક અને સ્ક્રબ

Beauty tips: ધાણામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી તમને ફ્રી રેડિકલથી બચાવે છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. તે એક પ્રકારનો કુદરતી એન્ટિસેપ્ટિક, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિ-ફંગલ પદાર્થ પણ છે.

Beauty tips coriander leaves for wrinkles

Beauty tips coriander leaves for wrinkles

News Continuous Bureau | Mumbai

Beauty tips: દરેક વ્યક્તિને યુવાન દેખાવા ની  ઇચ્છા હોય છે, જેના માટે તેઓ દરેક પ્રયાસો પણ કરે છે. પરંતુ તમે દરેક ઉપાય અપનાવીને કંટાળી ગયા છો, તો હવે તમારે ટેન્શન ન લેવું જોઈએ, પરંતુ આ ટિપ્સને તમારા જીવનમાં તરત સામેલ કરો.શું તમે જાણો છો કે તમારા રસોડામાં મળતી કોથમીર(coriander) તમારી ત્વચા માટે કેટલી (skin benefits) ફાયદાકારક છે? હા, ધાણામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી તમને ફ્રી રેડિકલથી બચાવે છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. તે એક પ્રકારનો કુદરતી એન્ટિસેપ્ટિક, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિ-ફંગલ પદાર્થ પણ છે. ધાણા તમારી ત્વચાને ડિટોક્સ (skin detoxify) કરવાનું પણ કામ કરે છે. ચાલો જાણીએ તમારા ભોજનમાં વધુ સ્વાદિષ્ટ અને સુંદર કોથમીર વિશે, તે કેવી રીતે તમારી ત્વચાને વધુ સારી બનાવી શકે છે.

Join Our WhatsApp Community

કરચલીઓ ઓછી થશે

કોથમીર ના તાજા પાન ને મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેમાં  એલોવેરા, ગુલાબજળ અને દહીં ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો. પછી તેને ધોઈ લો. થોડા જ દિવસોમાં તમારા ચહેરા પરના ડાઘ તો દૂર થઈ જશે, પરંતુ તમને કરચલીઓથી પણ છુટકારો મળશે. વાસ્તવમાં ધાણાના પાંદડામાં વિટામિન એ જોવા મળે છે, જે તમારી ત્વચા માટે ખૂબ જ સારું છે.

આ સમાચાર પણ વાંચો : Rubbing Ice: શું તમે પણ રોજ ચહેરા પર બરફ રગડો છો? 90% લોકો જાણતા નથી તેના નુકસાન, ડર્મેટોલોજિસ્ટે કર્યો ખુલાસો

સૂકા હોઠથી છુટકારો મેળવો

જો તમારા હોઠ  કાળા કે સૂકા હોય તો તમે કોથમીરનો ઉપયોગ કરી શકો છો. આ માટે કોથમીરને સાફ કરીને ક્રશ કરી લો. ત્યારબાદ તેને તમારા હોઠ પર લગાવો. 15 મિનિટ પછી ગરમ પાણીથી ધોઈ લો. તમારા હોઠ થોડા દિવસોમાં ગુલાબી થઈ જશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Ragi Face Pack: રાગીનો ઉપયોગ કરીને કુદરતી રીતે તમારી ત્વચાને બનાવો વધુ સુંદર, જાણો આ સરળ બ્યૂટી ટિપ્સ.
Winter Skincare: સોફ્ટ અને ગ્લોવિંગ સ્કિન માટે ડાયેટમાં ઉમેરો આ સુપરફૂડ્સ, શિયાળા માં પણ સ્કિન રહેશે હેલ્થી
Skin Care Tips: વેટ વાઇપ્સથી મેકઅપ દૂર કરવું યોગ્ય કે ખોટું? સ્કિન એક્સપર્ટ્સે બતાવી હકીકત
Aloe Vera Night Cream: રાત્રે સૂતા પહેલા લગાવો આ હોમમેડ એલોવેરા ક્રીમ, એક અઠવાડિયામાં જ કરચલીઓથી મળશે છૂટકારો
Exit mobile version