News Continuous Bureau | Mumbai
Beauty Tips : વરસાદની મોસમ કોને પસંદ ના હોય. વરસાદની મોસમમાં વિવિધ પ્રકારની વાનગીઓ ખાવાનું પણ મન થાય છે. વરસાદ પડતાં જ દરેક વ્યક્તિ ફરવા જાય છે. વરસાદની મોસમમાં પાણીમાં ભીના થવાની અલગ જ મજા છે. આમ તો આ વરસાદમાં મજા તો છે જ, પરંતુ ભીના થવાને કારણે ત્વચા પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. હકીકતમાં, વરસાદ(rain) માં ત્વચા ખૂબ જ ચીપચીપી થઇ જતી હોય છે.
વરસાદના પાણી અને ગંદકીને કારણે ત્વચા પર પિમ્પલ્સ (Pimples) થવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને તમારા ચહેરા(skin problems)ને આ સમસ્યાઓથી બચાવવાના ઉપાયો જણાવીશું.
હેવી મેકઅપને કહો ના
વરસાદ(Monsoon) ની ઋતુમાં હેવી મેકઅપ ન કરો. જો તમે વરસાદમાં હેવી મેકઅપ કરો છો, તો તમારી ત્વચાના છિદ્રો બ્લોક થઈ શકે છે. જેના કારણે ત્વચા પર પિમ્પલ્સ સંબંધિત સમસ્યા દેખાવા લાગે છે.
હાર્ષ એક્સફોલિએટરને કહો ના
કહેવાય છે કે ત્વચાને સ્ક્રબ કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જો તમે વરસાદની મોસમમાં હાર્ષ એક્સ્ફોલિયેટરનો ઉપયોગ કરશો તો તે તમારી ત્વચામાંથી અતિરિક્ત ઓઇલ દૂર કરશે.
સ્ટીકી મોઇશ્ચરાઇઝરથી દૂર રહો
વરસાદમાં ત્વચા પહેલેથી જ ખૂબ ભેજવાળી છે. આવી સ્થિતિમાં, જો તમે સ્ટીકી મોઇશ્ચરાઇઝર(Sticky moisturizer) નો ઉપયોગ કરો છો, તો તમારી ત્વચા ખૂબ જ ચીકણી થઈ જશે. જેના કારણે ત્વચા પર પિમ્પલ્સ પણ નીકળવા લાગે છે.
ઓઈલી ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં
આ ઋતુમાં ભૂલથી પણ ચહેરા પર તૈલી ઉત્પાદનોનો ઉપયોગ ન કરો. ઓઈલી ઉત્પાદનો(oily product) ત્વચા પર ખીલ પેદા કરી શકે છે. તેનાથી ત્વચા ખૂબ જ ચીકણી બને છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 19 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.