News Continuous Bureau | Mumbai
Malai Benefits for Skin: મલાઈ ત્વચા માટે એક કુદરતી મોઈશ્ચરાઇઝર છે. તેમાં ફેટ, પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચાને અંદરથી હાઈડ્રેટ કરે છે અને ડ્રાયનેસ ઘટાડે છે. નિયમિત ઉપયોગથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે અને ત્વચા નરમ બને છે.મલાઈનો નિયમિત ઉપયોગ ફાઇન લાઈન્સ અને એજિંગના પ્રારંભિક લક્ષણોને ધીમા કરવામાં મદદરૂપ છે. તે ત્વચાને યુવાન રાખે છે.
ડેડ સ્કિન દૂર કરે અને દાગ-ધબ્બા ઓછા કરે
હળવી મસાજ સાથે મલાઈ લગાવવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે અને ટૅન તથા દાગ-ધબ્બા ઓછા થાય છે. આ ત્વચાને વધુ સ્મૂથ અને બ્રાઈટ બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : Hair Breakage at Night: રાત્રે વાળ ખુલ્લા રાખવા કે બાંધીને? અજમાવો આ ટીપ્સ, વાળ થશે મજબૂત
કઈ રીતે લગાવવું?
- રાત્રે ચહેરો માઈલ્ડ ફેસ વોશથી સાફ કરો.
- તાજી મલાઈની પાતળી લેયર ચહેરા પર લગાવો.
- 3–5 મિનિટ હળવા હાથથી મસાજ કરો.
- પછી પાણીથી ધોઈને સૂઈ જાઓ.
ટિપ: ઓઈલી સ્કિન હોય તો મલાઈનો ઉપયોગ ઓછો કરો અથવા માત્ર ડ્રાય એરિયાઝ પર લગાવો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)