News Continuous Bureau | Mumbai
Vitamin-E Capsule:આજકાલ વધતા પ્રદૂષણ અને બદલતી જીવનશૈલીને કારણે ચહેરાની ત્વચા ફાટી જવી, સૂકી ત્વચા, અને વાળની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પરંતુ જો તમે ગ્લોઈંગ સ્કીન ઈચ્છતા હોવ તો વિટામીન ઈનો ઉપયોગ કરો. વિટામીન ઈનો ઉપયોગ કરવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે અને સ્કિન ઉપર પણ નિખાર આવે છે. જો તમે વિટામીન ઇની કેપ્સુલનો રેગ્યુલર ઉપયોગ કરો છો તો તમારી સ્કિન(skin) મસ્ત થાય છે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ થતા નથી. વિટામીન ઇમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે.
માત્ર થોડા દિવસોના ઉપયોગથી તમારી ત્વચા યુવાન દેખાવા લાગશે. વિટામીન E કેપ્સ્યુલ મેડિકલ સ્ટોર્સમાં આસાનીથી મળી જાય છે.
વિટામિન ઇ કેપ્સ્યુલ્સ, જેને ઇવિયન કેપ્સ્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્વાસ્થ્ય લાભોનો(benefits) ભંડાર છે. માથાથી પગ સુધી તેનો ઉપયોગ કરવાના વિવિધ ફાયદા છે. તમારા નખને મજબૂત કરવાની સાથે, તે ચહેરાની ત્વચાને નરમ અને હાઇડ્રેટેડ પણ રાખે છે. આ સિવાય વિટામીન E કેપ્સ્યુલ અન્ય ઘણા ગુણોથી ભરપૂર છે. ચાલો જાણીએ વિટામીન E કેપ્સ્યુલના ફાયદાઓ વિશે.
નખ મજબૂત કરશે
તમે આખો દિવસ તમારા હાથ વડે કંઈક ને કંઈક કામ કરતા રહો છો. પછી તે રસોઈ હોય, વાસણ ધોવા, કપડાં ધોવા કે બાગકામ. આ કામોને કારણે નખ(nails) તૂટવા લાગે છે. નખ ખરાબ થવાને કારણે તે પીળા પડી શકે છે અને તૂટી પણ શકે છે. વિટામીન ઇ કેપ્સ્યુલ તમારા નખને મજબૂત બનાવે છે. જો તમે તમારા નખ, ક્યુટિકલ્સ અને નખની આસપાસની ત્વચાને મસાજ કરવા માટે વિટામીન ઇ તેલનો ઉપયોગ કરો છો, તો તે નખને મજબૂત બનાવે છે. તેમજ તે ઝડપથી વૃદ્ધિ પામે છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 7 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
નાઇટ ક્રીમ
મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો માટે જાણીતી વિટામીન ઇ કેપ્સ્યુલનો તમે નાઇટ ક્રીમ તરીકે ઉપયોગ કરી શકો છો. તમે તમારી નિયમિત નાઇટ ક્રીમમાં(night cream) વિટામીન ઇ તેલના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તે સીરમની જેમ કામ કરે છે અને રાત્રે તમારા ચહેરાને પૂરતો ભેજ પૂરો પાડે છે.
વાળની વૃદ્ધિ
વિટામિન ઇ તેલ વાળ(hair) માટે ઉત્તમ તેલ છે. ફક્ત કેપ્સ્યુલમાંથી તેલને નિચોવી લો અને તેને તમારા નિયમિત તેલ સાથે મિક્સ કરો. આ મિશ્રણને તમારા વાળમાં હળવા હાથે મસાજ કરો અને તેને 2-3 કલાક માટે છોડી દો. ત્યારબાદ તેને શેમ્પૂ અને ગરમ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળ જાડા થાય છે અને તેનથી વાળની ગ્રોથ પણ સારી થાય છે.
એન્ટી રિંકલ ક્રીમ
જે લોકોની ત્વચા પર ઝીણી રેખાઓ અને કરચલીઓ હોય તેઓ વિટામીન ઇ તેલનો ઉપયોગ એન્ટી-એજિંગ ક્રીમ તરીકે કરી શકે છે. તે એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે અને રક્ત પરિભ્રમણને વધારી શકે છે.
દાગ-ધબ્બા દૂર કરે
ઘણીવાર ખીલ મટી જાય છે, પરંતુ તેના નિશાન ચહેરા પર રહે છે. આવી સ્થિતિમાં પણ ચહેરા પર વિટામીન ઇની કેપ્સ્યુલ લગાવી શકો છો. આ ઉપરાંત તે ત્વચાની બળતરા, સોજો અને રેડનેસને પણ ઘટાડમમાં મદદ કરે છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)