News Continuous Bureau | Mumbai
Blackheads vs Whiteheads: આજકાલ ચહેરા પર બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થવા સામાન્ય વાત બની ગઈ છે. બંને જ ત્વચાના પોર્સ બંધ થવાથી થાય છે, પણ તેમા તફાવત છે. વ્હાઈટહેડ્સ નાના સફેદ દાણા જેવા હોય છે જ્યારે બ્લેકહેડ્સ કાળા રંગના દેખાય છે. આ ત્વચાને નુકસાન પહોંચાડે છે અને લુકને પણ ખરાબ બનાવે છે.
વ્હાઈટહેડ્સ શું છે?
વ્હાઈટહેડ્સ એટલે કે ક્લોઝ્ડ કોમેડોન (Closed Comedone) ત્યારે બને છે જ્યારે ત્વચાના પોર્સ સંપૂર્ણ રીતે ઓઈલ અને ડેડ સ્કિન સેલ્સ થી બંધ થઈ જાય છે. આ નાક, કપાળ અને હોઠની આસપાસ વધુ જોવા મળે છે.
બ્લેકહેડ્સ શું છે?
બ્લેકહેડ્સ પણ પોર્સ બંધ થવાથી થાય છે, પણ તેમાં પોર્સ ખુલ્લા રહે છે. અંદર જામેલી ગંદકી અને ઓઈલ હવામાં ઓક્સિડાઈઝ થઈને કાળા રંગના થઈ જાય છે. આ નાક અને હોઠની આસપાસ વધુ જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : Lemon Juice : શું લીંબુનો રસ ડાયરેક્ટ ચહેરા પર લગાવી શકાય? શરીરમાં કેવી થાય છે ઇફેક્ટ, જાણો ફાયદા અને નુકસાન..
દૂર કરવા માટે ઘરેલું ઉપાય
- બેકિંગ સોડા અને લીંબુનો રસ – બંનેને મિક્સ કરીને ચહેરા પર લગાવો. દિવસમાં બે વાર ઉપયોગ કરો.
- એલોવેરા જેલ – રોજ ચહેરા પર લગાવવાથી સ્કિન પર પિમ્પલ્સ અને બ્લેકહેડ્સ-વ્હાઈટહેડ્સ દૂર થાય છે.
- ફેસ સ્ક્રબ – અઠવાડિયા માં 2-3 વાર સ્ક્રબ કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે અને પોર્સ સાફ રહે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)