Site icon News Continuous Bureau | Mumbai

Blackheads vs Whiteheads: બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ એક જેવા લાગે છે, પણ છે અલગ,જાણો તેને દૂર કરવાના ઘરેલું ઉપાય

Blackheads vs Whiteheads: ચહેરા પર દેખાતા બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ તમારા લુકને બગાડી શકે છે, જાણો કેવી રીતે દૂર કરશો

Blackheads vs Whiteheads: Know the Difference and How to Get Rid of Them Naturally

Blackheads vs Whiteheads: Know the Difference and How to Get Rid of Them Naturally

News Continuous Bureau | Mumbai

Blackheads vs Whiteheads: આજકાલ ચહેરા પર બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થવા સામાન્ય વાત બની ગઈ છે. બંને જ ત્વચાના પોર્સ બંધ થવાથી થાય છે, પણ તેમા તફાવત છે. વ્હાઈટહેડ્સ નાના સફેદ દાણા જેવા હોય છે જ્યારે બ્લેકહેડ્સ કાળા રંગના દેખાય છે. આ ત્વચાને નુકસાન પહોંચાડે છે અને લુકને પણ ખરાબ બનાવે છે.

Join Our WhatsApp Channel

વ્હાઈટહેડ્સ શું છે?

વ્હાઈટહેડ્સ એટલે કે ક્લોઝ્ડ કોમેડોન (Closed Comedone) ત્યારે બને છે જ્યારે ત્વચાના પોર્સ સંપૂર્ણ રીતે ઓઈલ અને ડેડ સ્કિન સેલ્સ થી બંધ થઈ જાય છે. આ નાક, કપાળ અને હોઠની આસપાસ વધુ જોવા મળે છે.

બ્લેકહેડ્સ શું છે?

બ્લેકહેડ્સ પણ પોર્સ બંધ થવાથી થાય છે, પણ તેમાં પોર્સ ખુલ્લા રહે છે. અંદર જામેલી ગંદકી અને ઓઈલ હવામાં ઓક્સિડાઈઝ થઈને કાળા રંગના થઈ જાય છે. આ નાક અને હોઠની આસપાસ વધુ જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : Lemon Juice : શું લીંબુનો રસ ડાયરેક્ટ ચહેરા પર લગાવી શકાય? શરીરમાં કેવી થાય છે ઇફેક્ટ, જાણો ફાયદા અને નુકસાન..

દૂર કરવા માટે ઘરેલું ઉપાય

  1. બેકિંગ સોડા અને લીંબુનો રસ – બંનેને મિક્સ કરીને ચહેરા પર લગાવો. દિવસમાં બે વાર ઉપયોગ કરો.
  2. એલોવેરા જેલ – રોજ ચહેરા પર લગાવવાથી સ્કિન પર પિમ્પલ્સ અને બ્લેકહેડ્સ-વ્હાઈટહેડ્સ દૂર થાય છે.
  3. ફેસ સ્ક્રબ  – અઠવાડિયા માં  2-3 વાર સ્ક્રબ કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે અને પોર્સ સાફ રહે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Common Face Care Mistakes ચહેરો ધોતી વખતે ન કરો આ ભૂલો ચહેરો કાળો અને નિસ્તેજ પડી જશે, જાણો સ્કીન કેરની સાચી રીત
Homemade Collagen Cream કેમિકલવાળી ક્રીમ પાછળ હજારો રૂપિયા ખર્ચવાનું બંધ કરો! રસોડાની આ ૪ વસ્તુઓથી બનાવો ડીઆઇવાય ક્રીમ, કરચલીઓ થશે ગાયબ
Exit mobile version