News Continuous Bureau | Mumbai
Clear & Glowing Skin। આજના સમયમાં ગ્લોઇંગ, ડાઘધબ્બા વગરની અને સુંદર ત્વચા મેળવવી કોને ન ગમે? આ માટે લોકો મોંઘીદાટ ક્રીમ, બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને મોંઘા ફેશિયલ ટ્રીટમેન્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચ કરે છે. જો કે, કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સના કારણે ચહેરા પર આવેલી ચમક લાંબો સમય ટકતી નથી. જો તમે પણ કોઈ નેચરલ અને કાયમી ગ્લો ઈચ્છો છો, તો મોંઘા પ્રોડક્ટ્સના બદલે ઘરે બનાવેલા એક ખાસ હેલ્ધી ડ્રિંક ને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. આ પાણીના રોજિંદા સેવનથી તમારી સ્કિન અંદરથી સાફ થશે અને મેકઅપ વગર પણ ચહેરો ચમકી ઉઠશે.
ગ્લોઇંગ સ્કિન માટેનું મેજિકલ પાણી બનાવવાની સરળ રીત અને સામગ્રી
આ હેલ્ધી હોમમેડ ડ્રિંક બનાવવું ખૂબ જ સરળ છે અને તેની સામગ્રી રસોડામાં સરળતાથી મળી રહે છે. આ પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો. તેમાં એક મુઠ્ઠીભર ફ્રેશ ફૂદીનાના પાન, બે નંગ લવિંગ, બે નાની લીલી એલચી અને એક ચમચી વરિયાળી ઉમેરો. હવે આ પાણીને ગેસ પર બરાબર ઉકાળવા દો. પાણીને આશરે ૫ થી ૭ મિનિટ સુધી ઉકળવા દીધા પછી, ગેસ બંધ કરીને તેને ગાળી લો. આ ઔષધીય ગુણોથી ભરપૂર નવશેકું પાણી પીવા માટે તૈયાર છે.
ત્વચાને હાઇડ્રેટ રાખશે અને પાચનતંત્ર મજબૂત બનાવી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢશે
આ હોમમેડ ડ્રિંક ત્વચાને કુદરતી રીતે ગ્લોઇંગ બનાવવાની સાથે સ્કિનને અંદરથી હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઑકિસડન્ટ (Antioxidants) મળી આવે છે, જે શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે અને લોહીને શુદ્ધ કરે છે. આ ડ્રિંકના સેવનથી પાચનતંત્ર ખૂબ જ મજબૂત બને છે, અને આપણે જાણીએ છીએ કે પેટ સાફ તો ત્વચા પણ સાફ. ઉનાળાની ઋતુમાં આ પાણીનું સેવન કરવાથી શરીર અંદરથી ઠંડુ રહે છે અને લૂ (Heatwave) લાગવાનો ખતરો પણ ઘટી જાય છે.
સેવન કરવાનો સાચો સમય: દિવસમાં માત્ર એક વાર સવારે ખાલી પેટે અથવા રાત્રે પીવો
આ આયુર્વેદિક પાણીનું સેવન તમે રોજ કરી શકો છો, પરંતુ દિવસમાં માત્ર એક જ વાર તેનું સેવન પૂરતું છે. આ ડ્રિંક પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટે અથવા તો રાત્રે સૂતા પહેલાનો છે. નિયમિત રીતે આ પાણી પીવાથી પેટમાં થતી બળતરા, ગેસ અને એસિડિટી (Acidity) જેવી સમસ્યાઓ જડમૂળથી દૂર થઈ શકે છે. (ડિસ્ક્લેમર: આ સમાચાર સામાન્ય જાણકારીઓ અને ઘરગથ્થુ ઉપચારોના આધારે લખવામાં આવ્યા છે. તમારી ડાયેટ કે ફિટનેસ પ્રોગ્રામમાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલા તમારા ફેમિલી ડૉક્ટર કે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ જરૂર લો.)
👉 આ સમાચાર વાચો:
Jamun Benefits। જો તમે પણ ચોમાસામાં નથી ખાતા જાંબુ તો આજથી જ શરૂ કરી દો! આ ગંભીર બીમારીઓ સામે આપે છે રક્ષણ