News Continuous Bureau | Mumbai
Curd Face Packs: આજકાલ લોકો તેમની ત્વચાની સંભાળ (Skin care) રાખવા માટે ઘણી સારવાર કરાવે છે. પરંતુ, જો તમે આ રીતે દહીં (Curd) લગાવશો તો પાર્લરનો ખર્ચ અડધો થઈ જશે. દહીંનો ઉપયોગ ત્વચાને નિખારવા (Glowing skin) તેમજ તેને કોમળ અને મુલાયમ બનાવવા માટે કરી શકાય છે. દહીં માત્ર સ્વાસ્થ્ય (health) માટે જ ફાયદાકારક નથી પરંતુ ત્વચાને પણ તેનાથી ઘણા ફાયદા થાય છે. દહીંમાં વિટામિન ડી હોય છે જે ત્વચાને ઘણા ફાયદા (benefits) આપે છે અને લેક્ટિક એસિડ પણ જે ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે. તેનાથી ત્વચાને ભેજ પણ મળે છે અને ટેનિંગ ઘટાડવાની અસર પણ થાય છે. જાણો કઈ રીતે ચહેરા પર દહીં (Curd Face pack) લગાવી શકાય છે જેથી ટેનિંગ, બેજાન ત્વચા, શુષ્કતા અને ખીલ જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.
દહીં અને ચણાનો લોટ
દહીંમાં ચણાનો લોટ (બેસન) ઉમેરીને ફેસ પેક બનાવવાથી તે ત્વચા પર સ્ક્રબ જેવું કામ કરે છે અને મૃત ત્વચાને દૂર કરે છે. ફેસ પેક બનાવવા માટે એક ચમચી ચણાના લોટમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ ફેસ પેકને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ચહેરો ધોઈ લો. ત્વચામાં ચમક આવશે.
દહીં અને લીંબુ
ત્વચાને નિખારવા માટે, આ ફેસ પેકને એક પળમાં તૈયાર કરીને લગાવી શકાય છે. એક બાઉલમાં દહીં લો અને તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. તેને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો ધોઈ લો.
આ સમાચાર પણ વાંચો : Mumbai News: શહેરમાં 5 વર્ષમાં સૌથી વધુ વાહક જન્ય રોગ, આંકડા ચોંકવનાર..જાણો શું મુખ્ય કારણ..વાંચો શું રાખવી સાવચેતી…
દહીં અને મધ
ખાસ કરીને આ ફેસ પેકની સારી અસર શુષ્ક ત્વચા પર જોવા મળે છે. તેનાથી ત્વચાને ભેજ પણ મળે છે અને ત્વચા પણ કોમળ બનવા લાગે છે. 2 ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને આ ફેસ પેક તૈયાર કરો. તેને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો.
દહીં અને ટામેટા
જો ચહેરા પર મોટા ખુલ્લા છિદ્રો દેખાય છે, તો તમે આ ફેસ પેક લગાવી શકો છો. આ ચહેરા પર ત્વચાને ટાઈટીંગ ઈફેક્ટ આપે છે. ટામેટાંનો રસ અને દહીંને સમાન માત્રામાં મિક્સ કરીને આ ફેસ પેક તૈયાર કરો, તેને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. ચહેરા પરથી ટેનિંગ પણ ઓછું થાય છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)