Curry leaves : ઘરગથ્થુ ઉપાય અપનાવો જેથી કેમિકલ યુક્ત પ્રોડક્ટ અને ખર્ચાઓથી બચી શકાય. એકદમ સરળ અને સીધું ગણિત છે. તો આજે ઘરમાંથી જ મળી આવતા મીઠા લીમડાથી વાળની સમસ્યા દૂર કરીએ. કઢી પત્તા (Curry leaves) વાળ ના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બંધ વાળના ફોલિકલ્સ ખોલે છે અને માથાની ચામડીને શ્વાસ લેવાની તક મળે છે. વાળના વિકાસ માટે કઢીના પાન સાથે મેથી અને આમળાનું સેવન કરો. મુઠ્ઠીભર કઢીના પાનમાં સમાન માત્રામાં મેથીના પાન મિક્સ કરો. જો તમે ઈચ્છો તો આમળા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.
તમે તેને પીસવા માટે અડધી ચમચી પાણી ઉમેરી શકો છો. આ મિશ્રણને અડધા કલાક સુધી વાળમાં રાખ્યા બાદ ધોઈ લો. સુગંધિત કઢી પત્તા (મીઠો લીમડો )એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર હોય છે. આ પાંદડા બેક્ટેરિયાને દૂર કરીને વાળને ઈન્ફેક્શનથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે. આ સાથે, કઢી પત્તા આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી અને સી નો પણ સારો સ્ત્રોત છે, જે વાળની સંભાળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક નહીં પરંતુ ઘણી રીતે, કઢીના પાંદડાનો ઉપયોગ વાળનો વિકાસ વધારવા અને અન્ય સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે.
આ સમાચાર પણ વાંચો: યોગ એક, ફાયદા અનેક… શરીરના બધાં રોગોને મટાડી શકે છે કપાલભાતિ, જાણો તેને કરવાની સરળ રીત અને ચમત્કારી ફાયદા
વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે નારિયેળના (કોપરેલ ) તેલમાં કઢી પત્તા નાખી ગરમ કરી ઠંડુ પડવા દઈ તેમાં મેથીના દાણા ઉમેરો. અઠવાડિયામાં એકવાર આ તેલથી માથાની માલિશ કરો અને એકથી દોઢ કલાક પછી તમારા વાળ ધોઈ લો. જો તમારા વાળ ખૂબ જ નિર્જીવ, શુષ્ક અને ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યા છે, તો આ રીતે કરી પત્તા લગાવો. એક બાઉલમાં નાળિયેરનું તેલ ગરમ કરો અને તેમાં કઢીના પાન ઉમેરીને પકાવો. રાંધ્યા પછી જ્યારે કઢીના પાન કાળા થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. નહાવાના એક કલાક પહેલા આ તેલને થોડું ગરમ કરીને માથામાં માલિશ કરો અને પછી માથું ધોઈ લો.