Site icon

Lipstick Use: દૈનિક લિપસ્ટિક વાપરવાથી થઈ શકે છે આરોગ્ય અને હોઠોને નુકસાન, જાણો કેવી રીતે

Lipstick Use: દરરોજ લિપસ્ટિક લગાવવાનો શોખ તમારા હોઠો અને હોર્મોન્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે

Daily Lipstick Use Can Harm Your Health and Lips: Know These 5 Hidden Dangers

Daily Lipstick Use Can Harm Your Health and Lips: Know These 5 Hidden Dangers

News Continuous Bureau | Mumbai 

Lipstick Use: મહિલાઓ પોતાના ચહેરાની સુંદરતા  વધારવા માટે લિપસ્ટિક, કાજલ, લાઇનર જેવી કોસ્મેટિક્સ   વસ્તુઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને લિપસ્ટિક દરેક મહિલાના પર્સમાં જોવા મળે છે. પરંતુ રોજ લિપસ્ટિક લગાવવી આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. તેમાં રહેલા કેમિકલ્સ માત્ર હોઠોને નહીં પણ શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે.

Join Our WhatsApp Community

રોજ લિપસ્ટિક લગાવવાથી હોઠ સુકાઈ શકે છે

લિપસ્ટિકમાં રહેલા કેટલાક ઘટકો હોઠોની નમતા ખેંચી લે છે, જેના કારણે હોઠ સુકાઈ જાય છે અને તેમાં ચામડી ફાટવાની સમસ્યા ઊભી થાય છે. લાંબા સમય સુધી લિપસ્ટિક લગાવવાથી હોઠોમાં બળતરા અને દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે

લિપસ્ટિકમાં રહેલા લેડ  થી હોર્મોનલ અસંતુલન

ઘણી લિપસ્ટિકમાં લેડ (Lead) હોય છે, જે શરીરમાં ધીમે ધીમે એકઠું થવા લાગે છે. આ લેડ હોર્મોનલ અસંતુલન પેદા કરી શકે છે અને મહિલાઓમાં પ્રજનન સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Deodorant or Roll-On: ડિઓડરન્ટ કે રોલ-ઓન? ત્વચા માટે શું છે વધુ સુરક્ષિત? જાણો ડોક્ટરનો જવાબ

અન્ય નુકસાનો: એલર્જી, ડાર્ક લિપ્સ અને કેન્સરનો ખતરો

લિપસ્ટિકમાં રહેલા પેરાબેન્સ (Parabens), ફોર્મલડિહાઈડ (Formaldehyde) અને અન્ય હાનિકારક રસાયણો એલર્જી, હોઠો કાળા પડવા અને લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ખાસ કરીને ઓછી ક્વોલિટી ની લિપસ્ટિક વધુ જોખમકારક સાબિત થાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Ayurvedic Night Cream: કુદરતી ચમક માટે ઘરે બનાવો આયુર્વેદિક નાઈટ ક્રીમ, જાણો નિષ્ણાતોએ જણાવેલી બનાવવાની રીત અને તેના અદ્ભુત ફાયદા
Daily Eye Makeup Risks: જો તમે પણ રોજ આંખોનો મેકઅપ કરો છો તો સાવધાન! આ એક નાની ભૂલ તમારી દ્રષ્ટિ છીનવી શકે છે; જાણો એક્સપર્ટ્સની વોર્નિંગ.
Dark Spots Around Lips: શું તમારું સ્મિત કાળાશ પાછળ છુપાઈ ગયું છે? કેમિકલવાળી પ્રોડક્ટ્સને કહો ટાટા-બાય બાય; આ કુદરતી જેલ રાતોરાત બતાવશે જાદુઈ અસર.
Banana Hair Mask for Silky Hair: પાકેલા કેળાથી ઘરે જ કરો હેર સ્પા; વાળને સિલ્કી અને મજબૂત બનાવવાની સૌથી સરળ અને સસ્તી રીત
Exit mobile version