Site icon News Continuous Bureau | Mumbai

Dark Underarms: શું તમે ડાર્ક અંડરઆર્મ્સથી પરેશાન છો? તો અજમાવો આ 4 ઘરગથ્થુ ઉપચાર

Dark Underarms:ડાર્ક અંડરઆર્મ્સથી છુટકારો મેળવવા માટે, ઘણા પ્રકારના કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં આ સમસ્યા ઓછી થતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક પ્રાકૃતિક ઉપાય જણાવીશું, જેની મદદથી તમે અંડરઆર્મ્સની કાળાશથી છુટકારો મેળવી શકો છો.

Dark Underarms: home remedies for dark underarms

Dark Underarms: home remedies for dark underarms

News Continuous Bureau | Mumbai 

Dark Underarms: ઘણી મહિલાઓ(women) ડાર્ક અંડરઆર્મ્સ થી પરેશાન રહે છે. ખાસ કરીને સ્ટાઈલિશ ડ્રેસ પહેરતી વખતે આ કાળાશ(darkness) ને કારણે અકળામણ અનુભવાય છે. ખરેખર, સ્ત્રીઓ અન્ડરઆર્મ્સના વાળ દૂર કરવા માટે ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરે છે. તેની અસરથી ત્વચા ટેન થવા લાગે છે. હવે મહિલાઓ સ્લીવલેસ કપડા પહેરવાની ઈચ્છા માટે ઘણી રીતો અપનાવે છે. જો તમે પણ ત્વચાની કાળાશ દૂર કરવા માંગો છો તો આ ઉપાયો કરો. અંડરઆર્મ્સમાં કાળા થવાનું કારણ(reasons) પણ જાણો.

Join Our WhatsApp Channel

ત્વચા પર કાળાશના કારણો

1. રેઝરનો ઉપયોગ(Razor)
2. વેક્સિંગ
3. હોર્મોનલ અસંતુલન
4. હેર રિમૂવલ ક્રીમનો વધુ પડતો ઉપયોગ

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train News : આજે સવાર સવારમાં પશ્ચિમ રેલવેના આ સ્ટેશન પર રખાયો બ્લોક, કેટલીક લોકલ ટ્રેનો આંશિક રીતે રદ્દ, મુસાફરોને હાલાકી..

અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવાના ઉપાયો

1. ખાવાનો સોડા
ત્વચાની કાળાશ દૂર કરવા માટે બે ચમચી ખાવાના સોડામાં 1 ચમચી વિનેગર અને 1/2 ચમચી કાળું મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને અંડરઆર્મ્સ પર લગાવો. બાદમાં તેને પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા વધુ હળવી અને સુંદર દેખાશે.

2. બટાકા
બટાકામાં વિટામિન્સ, મિનરલ્સ, ઝીંક અને આયર્ન મળી આવે છે. જે ત્વચા પરના દાગ-ધબ્બા દૂર કરે છે. બટાકાની સ્લાઈસ પર એક ચપટી હળદર લગાવી અંડરઆર્મ્સ પર ઘસો. જેથી ત્વચા સ્વસ્થ અને સાફ રહે. 3 થી 5 મિનિટ સુધી ઘસ્યા પછી, ત્વચાને સામાન્ય પાણીથી સાફ કરો.

3. લીંબુનો રસ
1 ચમચી લીંબુના રસ સાથે સમાન માત્રામાં મધ મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્રશની મદદથી અંડરઆર્મ્સ પર લગાવો. જેના કારણે ત્વચાની શુષ્કતા દૂર થશે. આ સાથે, સ્કિન પણ ચમકવા લાગશે. આ સિવાય લીંબુને બે ભાગમાં કાપીને એક ભાગને અંડરઆર્મ્સ પર થોડીવાર ઘસવાથી ત્વચા પર જમા થયેલા ડેડ સ્કિન સેલ્સ આપોઆપ બહાર આવવા લાગે છે.

4. ચણાનો લોટ
ત્વચાને નિખારવા માટે ચણાનો લોટ ચહેરા પર લગાવવામાં આવે છે. આના કારણે ત્વચા પર જમા થયેલી ગંદકી દૂર થાય છે અને ત્વચા સાફ દેખાવા લાગે છે. તેને અંડરઆર્મ્સ પર લગાવવા માટે બે ચમચી ચણાના લોટમાં 1 ચમચી દહીં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે તેમાં એલોવેરા જેલ ઉમેરો અને તેને અંડરઆર્મ્સ પર લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

 

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version