News Continuous Bureau | Mumbai
Natural Glow: લગ્ન સીઝન શરૂ થવા જઈ રહી છે અને જો તમે દુલ્હન બનવા જઈ રહી હો, અથવા જે દુલ્હન ના પણ બની રહી હોય તો ફેશિયલ પર ખર્ચ કર્યા વગર પણ ત્વચાને નેચરલ ગ્લો આપી શકાય છે. એક ડાયટિશિયન અનુસાર, માત્ર આ ફળો તમારા ચહેરાને નરમ, ચમકદાર અને યુવાન બનાવી શકે છે. આ ફળો ત્વચાને અંદરથી પોષણ આપે છે અને કેમિકલથી મુક્ત છે.
મોસંબી : વિટામિન C થી ભરપૂર
મોસંબી ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. રોજના આહારમાં મોસંબીનો સમાવેશ કરવાથી ત્વચા ચમકદાર અને કરચલી મુક્ત બને છે.
આમળા: ત્વચાને યુવાન રાખે
આમળા માં વિટામિન C ભરપૂર હોય છે, જે કોલેજન બનાવવામાં મદદ કરે છે. આમળા ત્વચાની રંગત સુધારે છે, દાગ-ધબ્બા દૂર કરે છે અને ચહેરાનેઇન્ફેક્શનથી બચાવે છે.
આ સમાચાર પણ વાંચો : Herbal Skin Remedy: ખાલી પેટ પીવો આ પીળા રંગનું જડીબુટ્ટી પાણી,જે ચહેરાના ફોડી, દાગ-ધબ્બા અને ત્વચાની સમસ્યાઓ માટે છે અસરકારક
દાડમ,કિવી અને નારિયળ પાણી
- દાડમ : ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને લાલાશ ઘટાડે છે.
- કિવી: UV કિરણો અને પ્રદૂષણથી ત્વચાને બચાવે છે, ત્વચાને કડક અને નરમ રાખે છે.
નારિયળ પાણી: શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે, ત્વચાને અંદરથી નરમ રાખે છે અને ચમક આપે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)