News Continuous Bureau | Mumbai
Fashion Tips: ફેશન માત્ર ટ્રેન્ડ્સ પર આધારિત નથી, પણ વ્યક્તિગત લુક અને સ્કિન ટોન પર પણ આધાર રાખે છે. જો તમે તમારી સ્કિન ટોન પ્રમાણે કપડાં પસંદ કરો તો તમારો ચહેરો વધુ તાજો અને નીખરેલો દેખાય છે. આ લેખમાં આપણે જાણીશું કે સ્કિન ટોન કેવી રીતે ઓળખવી અને કયા સ્કિન ટોન માટે કયા રંગના કપડાં વધુ યોગ્ય હોય છે.
સ્કિન ટોન ઓળખવાની રીત
સ્કિન ટોન ત્રણ પ્રકાર ના હોય છે:
- વોર્મ (Warm)
- કૂલ (Cool)
- ન્યુટ્રલ (Neutral)
તમારા હાથ ના કાંડા નસો જો લીલી દેખાય તો તમારું ટોન વોર્મ છે. જો નસો નીલી કે જાંબલી દેખાય તો કૂલ ટોન છે. અને જો બંને રંગ દેખાય તો ન્યુટ્રલ ટોન છે.
કૂલ સ્કિન ટોન માટે યોગ્ય રંગો
કૂલ સ્કિન ટોન ધરાવનાર વ્યક્તિઓ માટે બ્લૂ (Blue), પિંક (Pink), પર્પલ (Purple), સિલ્વર (Silver) અને ગ્રે (Grey) રંગના કપડાં વધુ સારા લાગતા હોય છે. વધુ બ્રાઈટ રંગો ટાળવા જોઈએ, કારણ કે તે લુકને બેલેન્સ નહીં રાખે.
આ સમાચાર પણ વાંચો : Monsoon Skincare: વરસાદ ની ઋતુ માં ચહેરા પર ભૂલથી પણ ન લગાવો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે ત્વચાને નુકસાન
વોર્મ સ્કિન ટોન માટે યોગ્ય રંગો
વોર્મ સ્કિન ટોન ધરાવનાર વ્યક્તિઓ માટે ઓલિવ (Olive), મરૂન (Maroon), બ્રાઉન (Brown), ગોલ્ડન (Golden) અને પીચ (Peach) રંગના કપડાં વધુ અનુકૂળ હોય છે. ફીકા રંગો ટાળવા જોઈએ, કારણ કે તે લુકને નબળો બનાવી શકે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)