News Continuous Bureau | Mumbai
મહિલાઓ પોતાની ત્વચા માટે અનેક ઉપાયો કરતી હોય છે. સાથે જ ઘણા મોંઘા પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરતી હોય છે. ત્વચા ઉપર તેજ લાવવા માટે ઘણા બધા ઉપાયો પ્રચલિત છે. અમુક ઘરગથ્થુ ઉપાયો તમારી ત્વચાને ઘણા બધા ફાયદાઓ પહોંચાડી શકે છે. કેમિકલયુક્ત ઉત્પાદનોના લાંબા ઉપયોગથી તમારે ત્વચાને નુકસાન થઈ શકે છે. આથી જ તમારે ઘરે જ અમુક નુસખાઓ અપનાવવા જોઈએ. મુલતાની માટી વિશે તમે જાણતા જ હશો. તેનો ઉપયોગ વાળ માટે થાય છે. ત્વચા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. મુલતાની માટીનો ઉપયોગ કરીને ફેસપેક બનાવી શકાય છે. તેના ઉપયોગથી ત્વચાથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે અમે મુલતાની માટીના અમુક ઘરગથ્થુ ઉપચારો વિશે બતાવીશું.
મુલતાની માટીનો ઉપયોગ મધ સાથે કરી શકાય છે. મુલતાની માટીમાં મધ અને ટામેટાનો રસ મિક્સ કરી એક મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણને ચહેરા ઉપર સારી રીતે એપ્લાય કરો. તેને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં બેથી ત્રણ વખત ચોક્કસથી કરો. આ સિવાય તમે બેસન સાથે પણ મુલતાની માટેનો ઉપયોગ કરી શકો છો. બેસનમાં થોડું ગુલાબજળ અને મુલતાની માટી એડ કરીને એક મિશ્રણ બનાવો. હવે એને ચહેરા ઉપર લગાવો તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને ધોઈ લો. આ ઉપાયથી ઓઈલી ત્વચાથી છુટકારો મળશે. સાથે જ ચહેરા ના ડાઘ દૂર કરવા માટે પણ તમે રેગ્યુલરલી મુલતાની માટેનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ચંદન પાવડર સાથે પણ મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. આનાથી પણ તમારી ત્વચા ઉપર ખાસ નિખાર આવશે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ સમાચાર પણ વાંચો : આ કારણોના લીધે તમારા વાળ ખરવા લાગે છે, જાણો વિસ્તારથી