Korean Glass Skin Home Remedy। પાર્લર જેવો નિખાર હવે ફ્રીમાં! ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ, લોકો પૂછશે તમારી સુંદરતાનું રહસ્ય

Korean Glass Skin Home Remedy। મોંઘા ફેશિયલને કહો બાયબાય ઘરે જ તૈયાર કરો કોરિયન સ્કીન સિક્રેટ, ચોખાના પાણીના બરફના ટુકડાથી ચહેરો બનશે ચમકદાર અને ફ્રેશ; જાણો સ્ટેપબાયસ્ટેપ રીત.

by Janvi Soni
Korean Glass Skin Home Remedy। પાર્લર જેવો નિખાર હવે ફ્રીમાં! ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ, લોકો પૂછશે તમારી સુંદરતાનું રહસ્ય

 

News Continuous Bureau | Mumbai

Korean Glass Skin Home Remedy દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તેની સ્કીન કોરિયન એક્ટ્રેસ જેવી ચમકદાર અને ડાઘ વગરની હોય. આ માટે બજારમાં મળતી મોંઘી ક્રીમ કે પાર્લર ટ્રીટમેન્ટના બદલે તમે રસોડામાં રહેલા ચોખાનો ઉપયોગ કરી શકો છો. ચોખાના પાણીના આઈસ ક્યુબ્સ ત્વચાને ટાઈટ રાખવા અને ગ્લો વધારવામાં મદદરૂપ થાય છે.

કેવી રીતે બનાવશો રાઈસ વોટર ક્યુબ્સ?

રાઈસ વોટર આઈસ ક્યુબ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક કપ ચોખા લો અને તેને સાફ પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેને ૩૦ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. હવે આ ચોખાને ગેસ પર મૂકી ૨૫ મિનિટ સુધી ઉકાળો. જ્યારે ચોખા બરાબર પાકી જાય, ત્યારે તેનું પાણી ગાળીને અલગ કરી લો. આ પાણી ઠંડું થાય એટલે તેને આઈસ ટ્રેમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દો. થોડા કલાકોમાં તમારા રાઈસ વોટર આઈસ ક્યુબ્સ તૈયાર થઈ જશે.

ઉપયોગ કરવાની સાચી રીત

સવારે ઉઠ્યા પછી અથવા રાત્રે સૂતા પહેલા ચહેરાને સાફ કરી લો. ત્યારબાદ એક રાઈસ વોટર આઈસ ક્યુબ લઈને તેને ધીરે ધીરે આખા ચહેરા પર ફેરવો. ખાસ કરીને ટી-ઝોન (નાક અને કપાળ) પર વ્યવસ્થિત રીતે ૨ થી ૩ મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી ચહેરાને તરત ધોશો નહીં, તેને કુદરતી રીતે સુકાવા દો જેથી ત્વચા પાણીના પોષક તત્વોને શોષી શકે. અંતમાં હળવું મોઈશ્ચરાઈઝર લગાવી લો.

ત્વચા માટે ચોખાના પાણીના ફાયદા

ચોખાના પાણીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાના ડાર્ક સ્પોટ્સ ઘટાડવામાં અને સ્કીન ટોનને સરખો કરવામાં મદદ કરે છે. આઈસ ક્યુબ હોવાને કારણે તે ચહેરાના પોર્સ (છિદ્રો) ને સંકોચવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા વધુ મુલાયમ અને ટાઈટ દેખાય છે. તે કોઈપણ હાનિકારક કેમિકલ વગરનો ઘરેલુ નુસખો હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી, છતાં સેન્સિટિવ સ્કીન ધરાવતા લોકોએ પહેલા પેચ ટેસ્ટ કરી લેવો જોઈએ.

👉 આ સમાચાર વાચો:
Sleep Mistake| પૂરતી ઊંઘ લીધા પછી પણ સુસ્તી અનુભવો છો? સાવધાન! આ નાની ભૂલો તમારા શરીરને અંદરથી કરી રહી છે નબળું

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More