Site icon News Continuous Bureau | Mumbai

Hair Care Tips। નથી મોંઘા ટ્રીટમેન્ટની જરૂર! વાળ ધોતા પહેલા અપનાવો આ ૧ દેશી નુસખ્ખો, મળશે પાર્લર જેવા સિલ્કી વાળ

Hair Care Tips। પ્રદૂષણ અને ધૂળથી બેજાન થયેલા વાળ માટે રામબાણ ઈલાજ સરસવ અને નાળિયેર તેલનું મિશ્રણ આપશે અંદરથી પોષણ, જાણો તેલ બનાવવાની સાચી રીત.

Hair Care Tips। નથી મોંઘા ટ્રીટમેન્ટની જરૂર! વાળ ધોતા પહેલા અપનાવો આ ૧ દેશી નુસખ્ખો, મળશે પાર્લર જેવા સિલ્કી વાળ

Hair Care Tips। નથી મોંઘા ટ્રીટમેન્ટની જરૂર! વાળ ધોતા પહેલા અપનાવો આ ૧ દેશી નુસખ્ખો, મળશે પાર્લર જેવા સિલ્કી વાળ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Hair Care Tips। કોઈપણ વ્યક્તિની સુંદરતામાં તેના વાળ મહત્વનો ભાગ ભજવે છે. જોકે, આજકાલના તડકા અને ધૂળમાટીને કારણે વાળ શુષ્ક અને બેજાન થઈ જાય છે. વાળને રેશમી અને ચમકદાર બનાવવા માટે મોંઘા ટ્રીટમેન્ટને બદલે શેમ્પૂ કરતા માત્ર એક કલાક પહેલા તેલની માલિશ કરવી અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આનાથી ન માત્ર વાળની ડ્રાયનેસ ઓછી થાય છે, પરંતુ સ્કેલ્પ પણ સ્વસ્થ રહે છે અને વાળ ખરવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

શેમ્પૂ પહેલા તેલની માલિશના અદભૂત ફાયદા

શેમ્પૂ કરતા પહેલા વાળમાં નાળિયેર અથવા સરસવના તેલની માલિશ કરવાથી વાળને જરૂરી પોષણ મળે છે. તેલની ચંપી કરવાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને તે કાળા પણ થાય છે. માલિશ કરવાથી માથામાં રક્ત પરિભ્રમણ સુધરે છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે. જો તમે અઠવાડિયામાં બે વાર શેમ્પૂ કરો છો, તો દર વખતે એક કલાક પહેલા તેલ લગાવવાની આદત કેળવવી જોઈએ.

ઘરે જ તૈયાર કરો ખાસ હેર ઓઇલ

વાળ માટે ખાસ તેલ બનાવવું ખૂબ જ સરળ છે. સૌથી પહેલા એક ચમચી સરસવનું તેલ લો અને તેમાં એટલી જ માત્રામાં નાળિયેર તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને થોડું નવશેકું (હૂંફાળું) ગરમ કરો. ત્યારબાદ આંગળીઓના ટેરવા વડે તેલને વાળના મૂળમાં લગાવો અને લગભગ 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. આ તેલને એક કલાક સુધી વાળમાં રહેવા દો અને પછી હળવા (Mild) શેમ્પૂથી વાળ ધોઈ લો.

વાળની લાંબી જાળવણી માટે અન્ય ટિપ્સ

વાળ ધોવા માટે હંમેશા સામાન્ય પાણીનો ઉપયોગ કરવો જોઈએ, વધુ પડતા ગરમ પાણીથી વાળને નુકસાન થઈ શકે છે. વાળને વધુ સોફ્ટ બનાવવા માટે અઠવાડિયામાં એકવાર ઘરે જ હેર સ્પા પણ લઈ શકાય છે. સરસવ અને નાળિયેર તેલ વાળને અંદરથી મજબૂતી આપે છે, જેનાથી વાળનું રૂખુંપણું દૂર થાય છે. આ કુદરતી ઉપાયો લાંબા ગાળે વાળની શાઈન જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

👉 આ સમાચાર વાચો:
Muskmelon Warning। શક્કરટેટી ખાતા પહેલા સાવધાન આ લોકો માટે વરદાન નહીં પણ જોખમ સાબિત થઈ શકે છે આ ફળ

Homemade Collagen Cream કેમિકલવાળી ક્રીમ પાછળ હજારો રૂપિયા ખર્ચવાનું બંધ કરો! રસોડાની આ ૪ વસ્તુઓથી બનાવો ડીઆઇવાય ક્રીમ, કરચલીઓ થશે ગાયબ
Unique Hair Growth Hacks વાળની ઝડપી ગ્રોથ વધારવા અપનાવો આ ૫ અનોખી રીતો જે કદાચ તમે અત્યાર સુધી ક્યારેય નહીં સાંભળી હોય
Night Skincare Routine મોર્નિંગ ગ્લો મેળવવાનું સિક્રેટ! રાત્રે સૂતા પહેલાં આ 5 સ્ટેપ્સ અપનાવો, ચહેરા પર આવશે કુદરતી નિખાર
Desi Ghee Face Cream ગ્લોઈંગ અને ચમકદાર ત્વચા માટે ઘરે જ બનાવો દેશી ઘીની ફેસ ક્રીમ, ત્વચા બનશે મોઇશ્ચરાઇઝ્ડ અને મુલાયમ
Exit mobile version