Herbal vs Natural Mehndi। હર્બલ કે નેચરલ મહેંદી? કઈ મહેંદીથી વાળ લાંબા અને કાળા થાય છે, ખરીદતા પહેલાં વાંચો આ ગાઇડલાઇન

Herbal vs Natural Mehndi। બજારમાં મળતી બ્લેક હિના અને કેમિકલયુક્ત મહેંદીથી સ્કેલ્પને થઈ શકે છે મોટું નુકસાન; પેકેટ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

by Janvi Soni
Herbal vs Natural Mehndi। હર્બલ કે નેચરલ મહેંદી? કઈ મહેંદીથી વાળ લાંબા અને કાળા થાય છે, ખરીદતા પહેલાં વાંચો આ ગાઇડલાઇન

 

News Continuous Bureau | Mumbai

Herbal vs Natural Mehndi। આજકાલ લોકો વાળને કલર કરવા માટે કેમિકલયુક્ત હેર ડાઈના બદલે મહેંદીનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણે બજારમાં અલગઅલગ કંપનીઓ ‘નેચરલ મહેંદી’ અને ‘હર્બલ મહેંદી’ ના નામે પોતાના પ્રોડક્ટ્સ વેચી રહી છે. પરંતુ મોટાભાગના લોકો આ બંનેને એક જ સમજે છે, જે બિલકુલ ખોટું છે. વાળમાં મહેંદી લગાવતા પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે પેકેટ પર લખેલા આ બંને શબ્દો વચ્ચે ઘણો મોટો તફાવત છે. ખોટી કે મિલાવટી મહેંદીની પસંદગી તમારા વાળ અને માથાની ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

શું હોય છે નેચરલ મહેંદી?

મીડિયા ના અહેવાલ અનુસાર, નેચરલ મહેંદી સંપૂર્ણપણે શુદ્ધ હોય છે. તે માત્ર મહેંદીના છોડના પાનને સૂકવીને અને તેને પીસીને તૈયાર કરવામાં આવે છે. આમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર, સુગંધ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ મહેંદી વાળને હળવો નારંગીથી લઈને લાલ-બદામી (રેડિશ બ્રાઉન) રંગ આપે છે. શુદ્ધ નેચરલ મહેંદીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન E જેવા પોષક તત્વો હોય છે, જે વાળના સ્વાસ્થ્યને સુધારે છે, સ્કેલ્પને ઠંડક આપે છે અને વાળને કુદરતી રીતે ચમકદાર અને મજબૂત બનાવે છે.

હર્બલ મહેંદીના નામે કેમિકલનો ખેલ

બીજી તરફ, હર્બલ મહેંદીમાં શુદ્ધ મહેંદીની સાથે આમળા, શિકાકાઈ, બ્રાહ્મી અને ભૃંગરાજ જેવી અન્ય કુદરતી જડીબુટ્ટીઓ મિક્સ કરવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ ચિંતાની વાત એ છે કે ઘણી કંપનીઓ આ હર્બલ મહેંદીને ઘાટો કાળો રંગ આપવા માટે તેમાં પીપીડી (PPD) જેવા ખતરનાક કેમિકલ અને સિન્થેટિક ડાઈ ભેળવી દે છે.એક રિપોર્ટ અનુસાર, આવી બ્લેક હિના કે મિલાવટી હર્બલ મહેંદીના કારણે માથામાં ખંજવાળ, બળતરા, સોજા અને ગંભીર એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, વધુ પડતો ઘાટો કે કાળો રંગ આપતી હર્બલ મહેંદીથી બચવું જોઈએ.

મહેંદી ખરીદતી વખતે પેકેટ પર શું ચેક કરવું? એક્સપર્ટ્સે આપી ખાસ સલાહ

બજારમાંથી કલર ખરીદતી વખતે હંમેશાં પેકેટ પરની ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ (ઘટકોની યાદી) ખાસ ચેક કરો. પેકેટ પર ‘100% Natural Henna’ અને ‘No PPD’ લખેલું હોય તે જ પસંદ કરવું વધુ સુરક્ષિત છે. નિષ્ણાતોના મતે, જો મહેંદી પાવડર બહુ વધારે કાળો દેખાતો હોય, પલાળતાની સાથે જ બહુ ઝડપથી ઘાટો રંગ પકડી લેતો હોય અથવા તેમાંથી બહુ તીવ્ર પરફ્યુમ જેવી સુગંધ આવતી હોય, તો સમજી લેવું કે તેમાં કેમિકલની મિલાવટ છે. અસલી મહેંદીનો રંગ સમયની સાથે ધીમે-ધીમે ઘાટો થાય છે. વાળમાં એપ્લાય કરતા પહેલાં હંમેશાં સ્કેલ્પ અથવા ત્વચા પર એક નાનો પેચ ટેસ્ટ (Patch Test) કરવો હિતાવહ છે, જેથી કોઈ પણ પ્રકારની એલર્જીના જોખમને ટાળી શકાય.

👉 આ સમાચાર વાચો:
Post Covid Hip Replacement।યુવાનોમાં વધી રહ્યું છે હિપ રિપ્લેસમેન્ટનું પ્રમાણ, ૪૦% કેસ વધવા પાછળનું અસલી કારણ જાણીને ચોંકી જશો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More