Site icon

શું તમારા પણ વાળ વધુ ખરે છે તો ચિંતા ન કરતાં, આજે જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

વાળ તૂટી રહ્યા હોય તો એ ચિંતાનો વિષય છે વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ઉપાય અપનાવો લીમડાના પાનના ફાયદા વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપચાર વિશે જણાવવા કઈ રહ્યા છીએ. ખરતા વાળને કેવી રીતે અટકાવવા લીમડાના પાનના ફાયદા લીમડાના પાનનું તેલ કેવી રીતે બનાવવું .

home remedies for hair fall

શું તમારા પણ વાળ વધુ ખરે છે તો ચિંતા ન કરતાં, આજે જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

News Continuous Bureau | Mumbai

કોઈ પણ વ્યક્તિની સુંદરતા વધારવાનું કામ તેના વાળ કરે છે. લાંબા અને ઘટ્ટ વાળમાં કોઈ પણ હેરસ્ટાઇલ શક્ય છે પણ વાળ ઓછા હોય અને લગાતાર તૂટી રહ્યા હોય તો એ ચિંતાનો વિષય છે. જોકે આ સમસ્યા સામાન્ય રીતે દરેક લોકોમાં જોવા મળે છે. વાળને ખરતા અટકાવવા માટે લોકો અનેક પ્રકારની સારવાર અને ઘરેલું ઉપચાર અપનાવે છે. જે કે તમને જણાવી દઈએ કે દિવસમાં 50 થી 70 વખત ખરતા હોય તો એ સામાન્ય વાત છે. તેને લઈને ચિંતા ન કરવી જોઈએ પણ જો આના કરતા વધારે વાળ ખરતા હોય તો એક ચિંતાનો વિષય છે. વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપચાર વિશે જણાવવા કઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Community

ખરતા વાળને કેવી રીતે અટકાવવા

આપણે બધા લોકો ઘરમાં હંમેશા મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. લીમડાના પાન ખાવામાં સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદેમંદ છે. આ સાથે જ આ લીમડાના પાનનો ઉપયોગ વાળ ખરતા અટકવવામાં પણ ઘણા ઉપયોગી છે.

લીમડાના પાનના ફાયદા

-લીમડાના પાનમાં ભરપૂર માત્રામાં એન્ટિઓસીડન્ટ મળી રહે છે જે વાળણઆ સ્કેલ્પને મોઈશ્ચોરાઇઝ રાખવાનું કામ કરે છે અને વાળને વધારવાનાતે જરૂરી પ્રોટીન પણ પૂરું પાડે છે.

આ સમાચાર પણ વાંચો:   તેથી જ કહેવાય છે ને કે શબરી ના બોર સખી… શ્રી રામ ને તો ભાવતા એઠા ને મીઠાં શબરીના બોર…

-લીમડાના પાનનું તેલ બનાવીને વાળમાં સારી રીતે માલિશ કરવાથી તેનું પરિણામ સકારાત્મક આવે છે અને થોડા દિવસોમાં તમારા વાળ ખરવાનું બંધ થઈ જાય છે.

લીમડાના પાનનું તેલ કેવી રીતે બનાવવું

લીમડાના પાનનું તેલ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં નારિયેળ તેલ લઈને તેને ગરમ કરો. એ પછી તેમાં લીમડાના પાન ઉમેરો અને જ્યાં સુધી તે કિનારેથી બળી ન જાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે તેને ઠંડુ થવા માટે છોડી દો. જ્યારે આ તેલ નવશેકું ગરમ હોય​ત્યારે તેનાથી તમારા માથાની ચામડીની મસાજ કરો અને તેને આખી રાત છોડી દો. સવારે ઉઠીને હળવા શેમ્પૂથી માથું ધોઈ લો. આ તેલનો અઠવાડિયા બે વખત ઉપયોગ કરવો જોઈએ.

Aloe Vera Night Cream: રાત્રે સૂતા પહેલા લગાવો આ હોમમેડ એલોવેરા ક્રીમ, એક અઠવાડિયામાં જ કરચલીઓથી મળશે છૂટકારો
Jacqueline Fernandez Drink: પરફ્યુમ ભૂલી જશો! જેક્લિન ફર્નાન્ડિસનો ‘દેશી નુસખો’, આ ડ્રિંક પીવાથી તમે પણ રહેશો સુગંધિત
Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ
Homemade Ubtan: ચમકતી ત્વચા નું રહસ્ય: મોંઘા ફેશિયલ નહીં, દાળ-ચોખાનું ઉબટન ટ્રાય કરો.
Exit mobile version