News Continuous Bureau | Mumbai
Home Remedies for White Hair: ઘણા લોકો સફેદ વાળ થી પરેશાન હોય છે અને તેને છુપાવવા માટે મોંઘી ડાઈ નો ઉપયોગ કરે છે. પરંતુ આ ડાઈ લાંબા સમય સુધી વાળને નુકસાન પહોંચાડી શકે છે. હવે એક ઘરેલુ નુસખો છે જે તમારા વાળને કુદરતી રીતે કાળા અને ચમકદાર બનાવી શકે છે – તે છે કાંદા ના છીલકા અને કોફી પાઉડર નો ઉપયોગ
ઘરે બનાવો ઘરેલુ હેર કલર મિક્સ
- કાંદા ના છીલકાને સારી રીતે ધોઈને સુકાવી લો
- તેને પાણીમાં ઉકાળી લો
- તેમાં 2 ચમચી કોફી પાઉડર ઉમેરો
- મિશ્રણ ઠંડું થાય પછી વાળની જડથી ટિપ સુધી લગાવો
- 30 મિનિટ રાખો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો
- આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરો
ફાયદા માત્ર રંગ સુધી સીમિત નથી
- કુદરતી કન્ડીશનિંગ આપે છે
- વાળની જડોને મજબૂત બનાવે છે
- સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારશે
- નવા વાળ ઉગવામાં મદદરૂપ
- કોઈ કેમિકલ નહીં, લાંબા સમય સુધી વાળની તંદુરસ્તી જાળવે
આ સમાચાર પણ વાંચો : Face Wash Tips for Women: મહિલાઓ માટે ફેસ વોશ ટિપ્સ, દિવસમાં કેટલી વાર ચહેરો ધોવો યોગ્ય?
સાવધાની રાખવી જરૂરી છે
- જો સ્કાલ્પ પર એલર્જી કે ઇન્ફેક્શન હોય તો પહેલા પેચ ટેસ્ટ કરો
- વધુ વાળ ખરતા હોય તો ડોક્ટર અથવા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લો
- આ ઉપાય કુદરતી છે, પણ દરેક સ્કિન ટાઈપ માટે યોગ્ય નહીં હોય
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)