Site icon

Forehead Tanning : કપાળ પરનો શ્યામ મિનિટોમાં જ દૂર થશે, અપનાવો આ 3 ઘરગથ્થુ ઉપાય..

Forehead Tanning : ઘણી વખત કપાળ પર ટેનિંગ થાય છે જે બાકીના ચહેરા કરતા સંપૂર્ણપણે અલગ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં કપાળ પરથી કાળાશ દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય ઉપયોગી થઈ શકે છે.

Homemade Remedies to remove forehead tanning

Homemade Remedies to remove forehead tanning

News Continuous Bureau | Mumbai 

Forehead Tanning : આજકાલ સ્કિન કેર (Skin care) માં મોટાભાગે ઘરગથ્થુ વસ્તુઓનો (Home remedies) ઉપયોગ થાય છે. આ વસ્તુઓ ન માત્ર ત્વચાને સુધારે છે પરંતુ ત્વચા સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. આવી જ એક સમસ્યા કપાળની ટેનિંગ (forehead Tanning) છે. ઘણી વખત સૂર્યપ્રકાશ, ધૂળ અને ખરાબ મેકઅપ ઉત્પાદનોના ઉપયોગને કારણે કપાળ પર કાળાશ દેખાય છે. જો તમે પણ કપાળના ટેનિંગથી પરેશાન છો, તો અહીં 3 ઉપાય છે જે કપાળને ક્લીન અને ચમકદાર બનાવવામાં મદદરૂપ છે.

Join Our WhatsApp Community

કપાળની ટેનિંગ દૂર કરવાના આ છે ઘરેલુ ઉપાયો.

દૂધ અને હળદર
દૂધ (Milk) અને હળદર મિક્સ કરીને કપાળ પર લગાવી શકાય છે. આનાથી ટેનિંગ લાઈટ થાય છે અને કપાળ સાફ થાય છે. એક બાઉલમાં દૂધ લો અને તેમાં અડધી ચમચી હળદર નાખો. આ મિશ્રણને કપાળ પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ લો. આ મિશ્રણનો ઉપયોગ કરવાથી કપાળમાં ચમક આવે છે.

ચણાનો લોટ અને હળદર
ટેનિંગ ઘટાડવા માટે ચણાનો લોટ અને હળદર (Turmeric) મિક્સ કરીને ફેસ પેક બનાવી શકાય છે. આ ફેસ પેકથી ત્વચા એક્સફોલિએટ થાય છે અને ટેનિંગ દૂર થવા લાગે છે. ફેસ પેક બનાવવા માટે 2 ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને ફેસ પેક બનાવો. તેને 20 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ લો. તેની અસર 2 થી 3 વખત ઉપયોગ કર્યા પછી જ દેખાય છે.

આ સમાચાર પણ વાંચો : Ind Vs Pak : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલવે ની મોટી ભેટ

લીંબુ અને મધ
લીંબુ અને મધ (Honey) ની પેસ્ટ ત્વચા પર બ્લીચ જેવી અસર કરે છે. એક બાઉલમાં એક ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને કપાળ પર લગાવો અને 15 મિનિટ પછી કપાળને ધોઈ લો. તેનાથી ત્વચાની ટેનિંગ દૂર થાય છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Blackheads vs Whiteheads: બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ એક જેવા લાગે છે, પણ છે અલગ,જાણો તેને દૂર કરવાના ઘરેલું ઉપાય
Lemon Juice : શું લીંબુનો રસ ડાયરેક્ટ ચહેરા પર લગાવી શકાય? શરીરમાં કેવી થાય છે ઇફેક્ટ, જાણો ફાયદા અને નુકસાન..
Hair Care Tips: તમારા વાળની દરેક સમસ્યા નો ઘરેલું ઉપાય છે આ ‘કાળું પાણી’, જાણો તેને બનાવવાની અને વાપરવાની રીત
Hair Styling Tips: હેર સ્ટાઇલિંગ ટૂલ્સ થી થઈ શકે છે વાળને નુકસાન, અપનાવો આ સલામતી ટીપ્સ
Exit mobile version