News Continuous Bureau | Mumbai
ઘણીવાર અંડર આર્મ્સના વાળ એટલે બગલના વાળથી મુશ્કેલીઓ થતી હોય છે આ મુશ્કેલીઓ તમે ઘરેલું ઉપચાર કરીને પણ તેનાથી છુટકારો મેળવી શકો છો. જેના માટે ઘરગથ્થુ સરળ ઉપાય તમે અપનાવી શકો છો. કેટલાક પ્રકારના આસાન ઘરેલું ઉપચારથી અંડર આર્મ્સના વાળની આ મુશ્કેલીથી છૂટકારો મેળવી શકશો. એટલું જ નહીં પરંતુ તમારા અંડર આર્મ્સના કાળા ડાઘ પણ પડ્યા હશે તો તેનાથી પણ છુટકારો મેળવી શકો છો. ખાસ કરીને આ મુશ્કેલીઓના કારણે સ્ત્રીઓ માટે ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવો મુશ્કેલ સાબિત થાય છે.
જે માટે આ સરળ ઉપાય છે જેમાં ખાસ કરીને
એક બાઉલની અંદર હાફ કપ હળદરની ભૂક્કી, ગુલાબનું પાણી તે ના હોય તો થોડું દેશી ગાયનું દૂધ, ગરમ પાણી મિક્સ કરો
આ ત્રણેય વસ્તુ અંદર ભેળવીને એક ગાઢ પેસ્ટ તેની બનાવો.
આ પેસ્ટને તમારા અંડરઆર્મ્સ પર લગાવો, થોડો સમય તેને સુકવા દો, થોડીવાર તેમાં ગરમ પાણીના ઉપયોગ કરીન, હળવા હાથે તેનો ઘસો, શરુઆતમાં પહેલીવાર તમારા વાળ થોડા વધુ ખેંચાશે પરંતુ નિયમિત આ પ્રયોગ કરવો પડશે એટલે કે એક વીકની અંદર ત્રણ દિવસ આ પ્રયોગ કરવાથી થોડા સમયમાં તેનું પરીણામ જોવા મળશે અને અંડર આમર્સના વાળ આસાનીથી દૂર થશે.
આ સમાચાર પણ વાંચો: વાસ્તુ ટીપ્સઃ માટીની બનેલી આ વસ્તુઓને રાખો તમારા ઘરમાં, ચમકશે તમારું ભાગ્ય
ઘણા એવા ઘરેલું ઉપચાર છે જે આપણે રસોડામાં મળતી કેટલીક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને તેનું સોલ્યુશન મેળવી શકીએ છીએ જેમ આપણને ઔષધીય ઉપચાર કરવામાં આ ચીજ વસ્તુઓ કામ આવે છે એવી જ રીતે આ પ્રકારની સમસ્યાઓમાં પણ ઘરેલું ઉપચારો ઘણા ઉપયોગી થાય છે. જેથી તેનો પ્રયોગ કરવો જોઈએ.