News Continuous Bureau | Mumbai
Wrinkles: દરેક વ્યક્તિ કાયમ યુવાન(beauty) રહેવા માંગે છે. પરંતુ આ અસંભવ છે કારણ કે આપણે વધતી ઉંમર સાથે ચહેરા પર દેખાતી કરચલીઓ, પિગમેન્ટેશન અને ફાઈન લાઈન્સને રોકી શકતા નથી. આ સાથે જેમ ઉંમર વધે છે તેમ ત્વચા પણ ઢીલી થવા લાગે છે. આ માટે જરૂરી છે કે આપણે આપણી ત્વચાનું ધ્યાન રાખીએ. જો તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લો છો તો તમે વૃદ્ધત્વના આ લક્ષણોને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઘરગથ્થુ નુસખા જે તમને કરચલીઓને ઘટાડવામાં મદદ કરી શકે છે.
કરચલીઓ કેવી રીતે દૂર કરવી
ચહેરા પરની કરચલીઓ આપણા સમગ્ર દેખાવને બગાડે છે. ગાલ પરની કાળાશ ખૂબ જ વિચિત્ર લાગે છે. ઘણી વખત લોકો તેને મેકઅપથી છુપાવવાનો પ્રયાસ પણ કરે છે. જ્યારે તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લો છો, ત્યારે તમે તેની અસરો ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ આવી અદ્ભુત રેસિપી જે 1 અઠવાડિયામાં તમારા ડાર્ક સ્પોટ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : NIA Raids: ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર્સ પર મોટી કાર્યવાહી, આ 6 રાજ્યના 50 સ્થાનો પર NIAના દરોડા..
નાળિયેર તેલ અને હળદર
નાળિયેર તેલ(cocnut oil) અને હળદર બંને તેમના ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે. હળદરમાં એન્ટી-ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ તત્વો જોવા મળે છે જે ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. નારિયેળ તેલમાં જોવા મળતા તત્વો ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમારા ચહેરા પર ખીલ છે, તો એક ચમચી નારિયેળ તેલમાં એક ચપટી હળદર મિક્સ કરો. અને રાત્રે સૂતા પહેલા તેને ચહેરા પર લગાવો અને છોડી દો. એક અઠવાડિયા સુધી દરરોજ આ ઉપાય કર્યા પછી તમને આપોઆપ ફરક દેખાવા લાગશે.