News Continuous Bureau | Mumbai
Hair Care Tips: યુવતીઓ તેમના વાળને સિલ્કી, સ્મૂધ અને ચમકદાર(Smooth, silk hair) બનાવવા માટે ઘણીવાર પાર્લરમાં જાય છે. જ્યાં મોંઘી કેરાટિન ટ્રીટમેન્ટ(Keratin treatment)ની મદદથી વાળને સુંદર (Long Hair) બનાવવામાં આવે છે. પરંતુ આ પ્રોટીન ટ્રીટમેન્ટમાં ઘણા પૈસા ખર્ચાય છે અને આ ટ્રીટમેન્ટ થોડા સમય માટે જ હોય છે. થોડા દિવસમાં જ કેરાટિન ટ્રીટમેન્ટની અસર ખતમ થઈ જાય છે, વાળ ફરીથી શુષ્ક અને નિર્જીવ બની જાય છે. જો તમે ઘર પર પાર્લર જેવી મોંઘી કેરાટિન ટ્રીટમેન્ટ ઇચ્છતા હોવ તો ઘરે જ તૈયાર કરો આ હેર પેક. જે વાળને સિલ્કી અને ચમકદાર બનાવવામાં મદદ કરશે.
ઓલિવ ઓઇલ
વાળમાં નાળિયેરનું તેલ અથવા ઓલિવ ઓઇલ(Olive Oil) લગાવવાથી વાળને પોષણ તો મળશે જ પરંતુ તે સિલ્કી અને ચમકદાર પણ બનશે. આ માટે ત્રણથી ચાર ચમચી નારિયેળ અથવા ઓલિવ ઓઈલ લો. ખાતરી કરો કે તેલ નવશેકું છે. આ તેલને સ્કાલ્પ પર સારી રીતે લગાવો અને મસાજ કરો. હવે એક ટુવાલ લો. તેને ગરમ પાણીમાં બોળીને પાણીને સારી રીતે નિચોવી લો. તમારા માથાને ટુવાલથી ઢાંકીને થોડીવાર માટે છોડી દો. હવે વાળને કોઈપણ હર્બલ અથવા માઈલ્ડ શેમ્પૂથી શેમ્પૂ કરો. સારી ગુણવત્તાનું કન્ડિશનર પણ લગાવો. તેને અઠવાડિયામાં બે વાર લગાવવાથી માથાની ચામડીના છિદ્રોને પોષણ મળશે. તેનાથી વાળનો ગ્રોથ વધશે. માથામાં રક્ત પરિભ્રમણ બરાબર થશે. વાળ સિલ્કી અને ચમકદાર બનશે. નારિયેળ તેલ હોય કે ઓલિવ તેલ, બંને વાળ માટે હેલ્ધી માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : LPG Cylinder Price : સવાર સવાર માં આવ્યા સારા સમાચાર…મોદી સરકારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં કર્યો મોટો ઘટાડો, જોઈલો નવા ભાવ..
બદામ તેલ
આ તેલનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી બને છે. આ તેલમાં મધ મિક્સ કરીને તમારા વાળમાં માલિશ કરો, લગભગ અડધા કલાક પછી પાણીથી ધોઈ લો.
મેથીના દાણા
મેથીના દાણા વાળને સિલ્કી બનાવવામાં ઘણી મદદ કરે છે. આ માટે મેથીના દાણાને પાણીમાં નાખીને 2-3 કલાક પલાળી રાખો. હવે તેની પેસ્ટ તૈયાર કરો. જો તમે ઈચ્છો તો આ પેસ્ટમાં નારિયેળ અથવા બદામનું તેલ ઉમેરીને તમારા વાળમાં લગાવી શકો છો.
કેળા
કેળા વાળને સિલ્કી બનાવવામાં મદદરૂપ છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેને બનાવવા માટે, 2-3 પાકેલા કેળાને મેશ કરો. હવે તેમાં 2 ટેબલસ્પૂન દહીં અને ગુલાબજળ ઉમેરો. બાદમાં આ પેસ્ટને વાળમાં લગાવો, 1 કલાક પછી પાણીથી ધોઈ લો.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)