Site icon News Continuous Bureau | Mumbai

Beauty: હાથની ટૈનીંગને દૂર કરવા માટે ઘરે જ આ નુસખા અપનાવો

Beauty: જો તમારા હાથ અને પગ પર તડકાના કારણે કાળા પણ આવી ગયું હોય તો તેને ઘરે જ દૂર કરી શકાય છે. એના માટે તમે અહીં આપેલા ઉપાય અજમાવી શકો છો.

How To Remove Tan From The Hands

How To Remove Tan From The Hands

News Continuous Bureau | Mumbai

Beauty: સ્ત્રીઓ પોતાની ત્વચાની ખાસ સંભાળ રાખતી હોય છે. પોતાની ત્વચા માટે ઘણા બધા બ્યુટી ઉત્પાદનો નો ઉપયોગ પણ કરતી હોય છે. ચહેરાની ત્વચાની આપણે ખાસ સંભાળ રાખીએ છીએ. પરંતુ ચહેરા સિવાય અન્ય ત્વચાની પણ દેખભાળ જરૂરી હોય છે. હાથ અને પગની ત્વચા પણ અમુક વખત કાઢી અને રૂખી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે પોતાના હાથની ખાસ દેખરેખ રાખવી જોઈએ. એના માટે તમે ઘરે જ અમુક ઉપચાર કરી શકો છો. ઘરે જ ઉપસ્થિત વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પોતાના હાથને ગોરા બનાવી શકો છો. તડકાને કારણે કાળા થયેલા હાથ ઉપર તે જ લાવવા માટે તમે ઘરગથ્થુ ઉપચારો કરી શકો છો. આજે અમે તમારા માટે ખાસ ઉપાયો લઈને આવ્યા છીએ.

Join Our WhatsApp Channel

હાથની ત્વચા માટે તમે કોફી નો ઉપયોગ કરી શકો છો. થોડો કોફી પાવડર લઈને તેમાં નારિયેળ તેલ એડ કરો. બંને વસ્તુઓનો એક સારું મિશ્રણ બનાવી લો. હવે આ મિશ્રણને તમારા હાથ અને ગરદન ની ત્વચા પર લગાવો એને થોડી વાર રહેવા દો. ત્યારબાદ તમે હુંફાળા પાણીથી ધોઈ લો. આવું થોડા દિવસ સુધી કરવાથી હાથની ટૈનિંગ દૂર થાય છે. સાથે જ ગળાની ટૈનિંગને દૂર કરવા માટે પણ ઉપયોગી છે. આ સિવાય તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આના માટે દહીંમાં થોડો ટામેટાનો રસ એડ કરી એક મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણને તમે પોતાના હાથ પર લગાવી શકો છો. એને થોડી વાર રહેવા દઈને પછી હાથ ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ ઉપચાર ચોક્કસથી કરો. આવું કરવાથી પણ તમારા હાથની રંગત સુધરશે. તમે આ બંને ઉપચારોનો સહારો લઈ શકો છો.   

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

આ સમાચાર પણ વાંચો  :  WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સિવાયની ટીમને કેટલા પૈસામાં મળશે? જાણો વિગતો

Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Common Face Care Mistakes ચહેરો ધોતી વખતે ન કરો આ ભૂલો ચહેરો કાળો અને નિસ્તેજ પડી જશે, જાણો સ્કીન કેરની સાચી રીત
Homemade Collagen Cream કેમિકલવાળી ક્રીમ પાછળ હજારો રૂપિયા ખર્ચવાનું બંધ કરો! રસોડાની આ ૪ વસ્તુઓથી બનાવો ડીઆઇવાય ક્રીમ, કરચલીઓ થશે ગાયબ
Exit mobile version