Site icon News Continuous Bureau | Mumbai

Instant Glow Facial: ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે લગાવો આ ફેસ પેક, ચાંદની જેમ ચમકશે ચહેરો

Instant Glow Facial: મહિલાઓ તેમની ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખવા માટે પાર્લરમાં જઈને ફેશિયલ કરાવવા માટે હજારો રૂપિયા ખર્ચે છે. ઘણી વખત ખોટા ઉત્પાદનના કારણે ત્વચાને ફાયદાના બદલે નુકસાન થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું ક્યારેય બન્યું હોય અથવા તમે પાર્લર પર હજારો રૂપિયા ખર્ચવાથી બચવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને તે ફેસ પેક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઘરે બેઠા કોઈપણ ખર્ચ વગર ઘરેલુ વસ્તુઓ સાથે કરી શકો છો અને મોતી જેવી ચમક મેળવી શકો છો.

instant glow facial chia seeds face pack for glass skin

instant glow facial chia seeds face pack for glass skin

News Continuous Bureau | Mumbai

Instant Glow Facial:  યુવતીઓને જ્યારે અચાનક પાર્ટીમાં જવાનું થાય ત્યારે ઘણી વાર ચિંતા થાય છે. કારણ કે આપણે પાર્લરમાં જઈને ફેશિયલ  માટે સમય નથી મેળવી શકતા. આવી સ્થિતિમાં, ઘરે બનાવેલા ફેસપેક ચોક્કસપણે મદદરૂપ થાય છે. ચિયા સીડ્સ સાથે ફેસ પેક તૈયાર કરવામાં આવે છે. પાર્ટીમાં જવાના એક કલાક પહેલા આને લગાવાથી તમારા ચહેરા પર ફેશિયલ જેવી ચમક જોવા મળશે. આવો જાણીએ તેને કેવી રીતે બનાવવું 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ginger-Based Desi Drink: આદુ ટુકડા સાથે આ વસ્તુ ભેળવી બનાવો દેશી ડ્રિંક, એક વાર પી લો તો ચાંદ જેવી ચમકશે ત્વચા!

ઇન્સ્ટન્ટ ગ્લો માટે ફેસ પેક આ વસ્તુમાંથી બનાવો

એક ચમચી ચિયા સીડ્સ
એક ચમચી દહીં
બે ચપટી હળદર

આ રીતે બનાવો ફેસ પેક

ચિયાના સીડ્સને ગ્રાઇન્ડરમાં પીસીને પાવડર બનાવો. હવે આ ચિયા સીડ્સ પાવડર ને દહીંમાં મિક્સ કરો. એક ચપટી હળદર પણ ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. પછી હળવા હાથે લગભગ 8-10 મિનિટ સુધી મસાજ કરો. પછી પાણીથી ચહેરો ધોઈ લો. તમને તમારા ચહેરા પર પાર્લર જેવો ગ્લો જોવા મળશે અને તમે થોડી જ વારમાં પાર્ટી માટે તૈયાર થઈ જશો.

ચિયા સીડ્સથી ત્વચાને આ થાય છે ફાયદો

ત્વચા પર કાચ જેવી ચમક મેળવવા માટે ચિયાના સીડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેને લગાવવાથી ખીલ અને ડાર્ક સ્પોટની સમસ્યા પણ દૂર થઈ જાય છે. ચિયા સીડ્સ ફેસ પેકમાંથી ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવાનું કારણ એ છે કે તે ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરે છે અને અસમાન ત્વચાના ટોનને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. જેના કારણે ચહેરા પર ગ્લો અને નેચરલ ગ્લો આવે છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version