News Continuous Bureau | Mumbai
Rose Water Benefits: શિયાળામાં ત્વચા સુકી અને બેજાન થઈ જાય છે, જેને કારણે લોકો ચહેરાની તાજગી જાળવવા માટે ગુલાબજળ નો ઉપયોગ કરે છે. ત્વચા નિષ્ણાતો અનુસાર ગુલાબજળ સ્કિનને હાઈડ્રેટ રાખે છે અને પીએચ લેવલ સંતુલિત કરે છે. ગુલાબજળને ટોનર તરીકે, ક્લીનઝર તરીકે અથવા એલોઅવેરા જેલ કે ગ્લિસરિન સાથે મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકાય છે.
શિયાળામાં ગુલાબજળ લગાવવાથી શું ફાયદા થાય?
ગુલાબજળ ત્વચાને નમી આપે છે અને ડ્રાય સ્કિન માટે ખૂબ જ અસરકારક છે. તે ત્વચાના દાગ-ધબ્બા દૂર કરે છે અને ચમક આપે છે. શિયાળામાં રોજ સવારે અને રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી ત્વચા નરમ અને તાજી રહે છે.
કઈ સ્કિન ટાઈપ માટે કેવી રીતે ઉપયોગ કરવો?
- ડ્રાય સ્કિન: ગુલાબજળ સાથે ગ્લિસરિન (Glycerin) અથવા એલોઅવેરા જેલ (Aloe Vera Gel) મિક્સ કરીને લગાવવું
- ઓઈલી સ્કિન: કોટન પેડમાં ગુલાબજળ લઈને ટોનર તરીકે ઉપયોગ કરવો
- સેન્સિટિવ સ્કિન: પહેલા પેચ ટેસ્ટ (Patch Test) કરવો જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : Amla and Aloe Vera: વાળ ખરવાનું થશે બંધ! આંબળા અને એલોવેરા નો ઉપાય થી વાળ થશે ચમકદાર
ઘરેલું ઉપાય: ગુલાબજળ, લીંબુ અને ગ્લિસરિન
શિયાળામાં ત્વચાને ચમકદાર અને નરમ રાખવા માટે ગુલાબજળ, લીંબુનો રસ અને ગ્લિસરિન મિક્સ કરીને રાત્રે ચહેરા પર લગાવવું. આ મિશ્રણ ત્વચાને હાઈડ્રેટ કરે છે, દાગ-ધબ્બા દૂર કરે છે અને ત્વચાને ફાટવાથી બચાવે છે. જો ત્વચા સેન્સિટિવ હોય તો લીંબુની માત્રા ઓછી રાખવી.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
