Site icon News Continuous Bureau | Mumbai

Hair color : જો તમે કેમિકલ ફ્રી હેર કલર કરવા માંગતા હોવ તો ઘરે જ બનાવો મેથીના પાનનો હેર કલર.. જાણો તેને બનાવવાની અને સાચવવાની રીત

Hair color : કેમિકલયુક્ત હેર (chemical) કલર વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. આ કારણે મોટાભાગના લોકો વાળમાં હર્બલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. મેથીના પાન માત્ર વાળને કુદરતી રંગ આપવાનું કામ નથી કરતા, પરંતુ તેને લગાવવાથી વાળ સિલ્કી અને ચમકદાર પણ બને છે.

Hair color : make chemical free hair colour with fenugreek leaves

Hair color : make chemical free hair colour with fenugreek leaves

 News Continuous Bureau | Mumbai

Hair color :વાળમાં કલર કરવો એ મોટાભાગના લોકોની હેર કેર રૂટીનનો (hair care routine) મહત્વનો ભાગ  બની ગયો છે. કેટલાક લોકો સફેદ વાળને છુપાવવા માટે વાળમાં હેર કલર (hair color)લગાવે છે તો ઘણા લોકો અલગ લુક મેળવવા માટે હેર કલરનો ઉપયોગ કરે છે. જોકે, બજારમાં મળતા કેમિકલ આધારિત હેર કલર વાળ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો મેથીના પાનમાંથી (fenugreek hair color) કુદરતી હેર કલર પણ બનાવી શકો છો. હકીકતમાં કેમિકલયુક્ત હેર (chemical) કલર વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. આ કારણે મોટાભાગના લોકો વાળમાં હર્બલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. મેથીના પાન માત્ર વાળને કુદરતી રંગ આપવાનું કામ નથી કરતા, પરંતુ તેને લગાવવાથી વાળ સિલ્કી અને ચમકદાર પણ બને છે. આવો જાણીએ મેથીના પાનથી વાળને કલર કેવી રીતે બનાવી શકાય.

Join Our WhatsApp Channel

Hair color : હેર કલર બનાવવાની રીત 

તેને બનાવવા માટે 1 કપ મેથીના પાનને ધોઈને પીસી લો. હવે તેમાં 1 કપ મહેંદી પાવડર, 1 કપ ઈન્ડિગો પાવડર (indigo powder) મિક્સ કરો. વાળમાં હેર કલર લગાવતા પહેલા આ મિશ્રણમાં 1 ચમચી હેર કંડીશનર અને 1 ચમચી નારિયેળ તેલ (coconut oil) મિક્સ કરો.

Hair color :હેર કલરને લગાવવાની રીત 

મેથીના પાનમાંથી બનાવેલ હેર કલર લગાવવા માટે પહેલા વાળને ધોઈ લો અને વાળને સારી રીતે સાફ કરો. હવે બ્રશની(brush) મદદથી વાળમાં મેથીનો હેર કલર લગાવો અને 3-4 કલાક પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

Hair color :હેર કલર સાચવવાની રીત 

મેથીના પાનનો હેર કલર સ્ટોર કરવા માટે મેથીના પાનનો પાઉડર બનાવો. તેમાં મહેંદી પાવડર અને ઈન્ડિગો પાવડર ઉમેરો. હવે એક કાચની બરણી (glass jar)લો તેને સારી રીતે ધોઈને સૂકવી લો અને આ મિશ્રણને બરણીમાં ભરો. બરણી ને કાગળથી ઢાંકીને ઠંડી જગ્યાએ રાખો.

Hair color :વાળની માવજત 

મેથી હેર કલર લગાવ્યા બાદ વાળની ​​ખાસ કાળજી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં વાળ પર કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો. ઉપરાંત, વાળ ધોવા માટે ગરમ પાણીનો(hot water) ઉપયોગ કરશો નહીં, કલર કર્યા પછી તરત જ તડકામાં જવાનું ટાળો. આ સિવાય પેચ ટેસ્ટ પછી જ વાળમાં મેથીના પાનનો હેર કલર લગાવો.

 

Desi Ghee Face Cream ગ્લોઈંગ અને ચમકદાર ત્વચા માટે ઘરે જ બનાવો દેશી ઘીની ફેસ ક્રીમ, ત્વચા બનશે મોઇશ્ચરાઇઝ્ડ અને મુલાયમ
Lemon peels for skin glowing લીંબુની છાલ ફેંકવાની ભૂલ ન કરતા! ચહેરા પર ગ્લો લાવવા માટે આ રીતે કરો ઉપયોગ
Natural Face Scrub રસોડામાં રાખેલી આ ૩ વસ્તુઓથી બનાવો નેચરલ ફેસ સ્ક્રબ, ચહેરા પર આવશે પાર્લર જેવો શાનદાર ગ્લો
LED Light Face Mask Skincare એલઇડી લાઈટ ફેસ માસ્ક શું છે? ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે સેલેબ્સ પણ કેમ કરે છે તેનો ઉપયોગ?
Exit mobile version