News Continuous Bureau | Mumbai
Mint Leaves for Dark Circles: આજકાલની વ્યસ્ત જીવનશૈલી, ઊંઘની ઉણપ અને સ્ક્રીન ટાઈમના કારણે આંખોની નીચે કાળા કુંડાળા (Dark Circles) સામાન્ય સમસ્યા બની ગઈ છે. બજારમાં મળતી મોંઘી ક્રીમ અને સીરમની જગ્યાએ કુદરતી ઉપાય વધુ અસરકારક અને સલામત હોય છે. ફુદીના ના પત્તાં (Mint Leaves) એ એક એવો ઘરેલુ ઉપાય છે જે ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે.
ફુદીનાની પેસ્ટ થેરાપી
- 10–12 પત્તાં પીસીને પેસ્ટ બનાવો
- આંખોની નીચે 10–15 મિનિટ લગાવો
- ઠંડા પાણીથી ધોઈ લો
- આ ઉપાય અઠવાડિયામાં 3 વાર કરો
ફુદીનો + એલોવેરા જેલ મિક્સ
- 1 ચમચી ફુદીના ની પેસ્ટ + ½ ચમચી એલોવેરા જેલ
- ડાર્ક સર્કલ્સ પર લગાવી 15 મિનિટ રાખો
- ત્વચા ઠંડી અને નરમ બને છે
આ સમાચાર પણ વાંચો : Hair Care Tips: શેમ્પૂ પછી ધુઓ આ ઘરેલુ વસ્તુઓથી વાળ, બનશે સિલ્કી અને શાઈની
ફુદીનાનું ઠંડું ટોનર
- ફુદીનો ઉકાળીને તેનું પાણી ઠંડું કરો
- કોટનથી આંખોની નીચે લગાવો
- દિવસમાં 1 વાર કરો – થાક અને કાળાશ બંને દૂર થાય
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)