News Continuous Bureau | Mumbai
Monsoon Skincare: વરસાદ ની ઋતુ ત્વચા માટે અનેક પડકારો લઈને આવે છે. આ સમયે હ્યુમિડિટી , ધૂળ, બેક્ટેરિયા અને પરસેવા થી ચહેરા પર પિંપલ્સ, ફંગલ ઇન્ફેક્શન અને રેશેસ (Rashes) જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. જો તમે સ્કિનકેરમાં કેટલીક ભૂલો કરો તો ત્વચાની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અહીં એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને વરસાદ માં ચહેરા પર લગાવવી ટાળવી જોઈએ.
હેવી ઓઈલ-બેઝ્ડ ક્રીમ અને મોઈશ્ચરાઈઝર
વરસાદ માં ભારે ક્રીમ અથવા ઓઈલી મોઈશ્ચરાઈઝર (Moisturizer) ત્વચાને ચિપચીપી બનાવી શકે છે અને પોર્સ બ્લોક થઈ જાય છે. આથી પિંપલ્સ અને બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ મોસમમાં વોટર-બેઝ્ડ અથવા જેલ-બેઝ્ડ મોઈશ્ચરાઈઝર વધુ યોગ્ય છે.
વધુ પડતો ફાઉન્ડેશનનો ઉપયોગ
ચોમાસા માં પરસેવાથી ફાઉન્ડેશન વહેવા લાગે છે અને ચહેરો કેકી દેખાય છે. આથી પોર્સમાં જઈને ત્વચાની સમસ્યાઓ ઊભી કરે છે. તેના બદલે BB અથવા CC ક્રીમ અથવા ટિન્ટેડ મોઈસ્ચરાઈઝરનો હળવો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે.
આ સમાચાર પણ વાંચો : Beauty Tips: મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સને કહો અલવિદા! ચમકદાર ત્વચા માટે શરૂ કરો દેશી ઘીનો ઉપયોગ, ફાયદા જાણી ચોંકી જશો
હેવી સ્ક્રબ અને એક્સફોલિએટ
વરસાદ માં ત્વચા પહેલેથી જ સંવેદનશીલ હોય છે. ભારે સ્ક્રબ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. અતિશય એક્સફોલિએશનથી ત્વચા સૂકી અને પાતળી થઈ શકે છે. અઠવાડિયામાં એકવાર માઈલ્ડ સ્ક્રબથી એક્સ્ફોલિયેશન કરવું યોગ્ય છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)