News Continuous Bureau | Mumbai
ઓઈલી, રફ, ડ્રાય તેમજ ડેલિકેટ ત્વચા માટે દરેક સીઝનમાં કરી શકાતું હોય તેવું હર્બલ ફેશિયલ (Herbal facial) એટલે બનાના ફેશિયલ’ ભારે ખર્ચા તેમજ કેમિકલ યુક્ત ક્રીમથી કરાવેલું ફેશિયલ પરવડતું નથી. ત્યારે કોઈપણ સારી કંપનીની હર્બલ ક્રીમ અને જો ક્રીમ ના હોય તો મધ સાથે છીણેલું કેળુ (Banana) તેની અંદર બે ત્રણ ટુકડા બરફના મિક્સ કરીને ૨૦ મિનિટ સુધી આ મિશ્રણથી ફેશિયલ કરવું. હળવા હાથે મસાજ કરવી. ત્યારબાદ રોઝ વોટર, ગ્લિસરીન, તેમજ મધ મિક્સ કરીને ફેસપેક બનાવી લેવો.
ઉનાળાની સિઝન હોય ત્યારે પેક માં તમે મુલતાની માટી અને એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો. ત્વચાના મોસ્યુરાઇઝર માટે મધ અને ગ્લિસરીનની જરૂર રહેશે. દસેક મિનિટ આ પેક રાખ્યા બાદ ફેસવોશ કરી લેવું. બનાના ફેશિયલની મદદથી સ્કીન ચમકદાર,લીસી, ટાઈટ,સોફ્ટ તેમજ પોષણયુક્ત બનશે. વળી ઘર માંથી જ આ ફેશિયલમાં વપરાતી સામગ્રી મળી રહેતી હોવાથી અઠવાડિયામાં એક વખત જરૂર કરવું જોઈએ. તમે ચાહો તો કેળાની છાલનો પણ ઉપયોગ કરી શકો છો.છાલની પેસ્ટ બનાવી ફેસપેક તરીકે લગાવી શકાય છે. કેળુ જેટલું ખાવામાં ગુણકારી છે ત્વચા માટે એટલું જ અસરદાર છે.
આ સમાચાર પણ વાંચો: હથેળીની આ રેખાઓ જલ્દી ધનવાન બનવા તરફ ઈશારો કરે છે, શું તમારા પણ હાથ પર છે આ નિશાન?