Site icon News Continuous Bureau | Mumbai

Neem Therapy : વરસાદમાં ભીના થયા બાદ માથામાં ખંજવાળ આવે છે? તો અપનાવો ‘નીમ થેરાપી’, વાળ ખરવામાં પણ મદદ કરશે

Neem Therapy : જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો લીમડાની હેર થેરાપી તમારી સમસ્યાને દૂર કરવામાં અને વાળ ખરવાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે.

Neem Therapy know how to use neem therapy benefits to get rid of monsoon itching scalp and hair fall

Neem Therapy know how to use neem therapy benefits to get rid of monsoon itching scalp and hair fall

News Continuous Bureau | Mumbai

Neem Therapy : વરસાદ(rain)ના પાણીમાં વાળ ભીના થવાથી ઘણા લોકોને વાળ ખરવા(Hairfall) ની સમસ્યા થવા લાગે છે. જેના કારણે વાળ પણ તૂટવા લાગે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો લીમડાની હેર થેરાપી(Neem Hair Therapy) તમારી સમસ્યાને દૂર કરવામાં અને વાળ ખરવાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે.

Join Our WhatsApp Channel

લીમડામાં છે આ પોષક તત્વો-

લીમડાના પાનમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન સી, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, એમિનો એસિડ, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, ટેનિક એસિડ જેવા ઘણા પોષક તત્વો હોય છે. લીમડામાં હાજર વિટામિન ઇ, વિટામિન સી, લિનોલીક એસિડ, ઓલિક એસિડ જેવા પોષક તત્વો હાજર છે જે ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ બધા પોષક તત્વો વાળ ખરતા અટકાવવા માટે પણ ખૂબ અસરકારક છે.

આ સમાચાર પણ વાંચો : Elon Musk : ટ્વિટરને X નામ આપવા બદલ ઇલોન મસ્કને કાનૂની કાર્યવાહીનો કરવો પડી શકે છે સામનો! જાણો શું છે સમગ્ર મામલો

આ રીતે બનવો લીમડાની હેર થેરાપી-

લીમડાની હેર થેરાપી માટે સૌપ્રથમ લીમડાના લીલા પાંદડાને સારી રીતે ધોઈ લો અને તેને કોટનના કપડામાં લપેટીને બાંધી દો. આ પછી એક મોટા વાસણમાં પાણી ભરીને ગેસ પર ગરમ કરવા રાખો અને આ પાણીમાં લીમડાના પાનની પોટલી નાખો. પાણીને 10 મિનિટ સુધી ઉકાળ્યા બાદ તેને ઠંડુ થવા માટે રાખો. આ પછી, આ પાણીને એક નાના ટબમાં મૂકો, થોડી ઉંચી જગ્યા પર સીધા સૂઈ જાઓ અને તમારા વાળને લીમડાના પાણીમાં 15 મિનિટ સુધી રહેવા દો. 15 મિનિટ પછી તમારા વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી તમને ખરતા વાળ અને માથાની ચામડીમાં ખંજવાળથી(itching) રાહત મળશે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Unique Hair Growth Hacks વાળની ઝડપી ગ્રોથ વધારવા અપનાવો આ ૫ અનોખી રીતો જે કદાચ તમે અત્યાર સુધી ક્યારેય નહીં સાંભળી હોય
Night Skincare Routine મોર્નિંગ ગ્લો મેળવવાનું સિક્રેટ! રાત્રે સૂતા પહેલાં આ 5 સ્ટેપ્સ અપનાવો, ચહેરા પર આવશે કુદરતી નિખાર
Desi Ghee Face Cream ગ્લોઈંગ અને ચમકદાર ત્વચા માટે ઘરે જ બનાવો દેશી ઘીની ફેસ ક્રીમ, ત્વચા બનશે મોઇશ્ચરાઇઝ્ડ અને મુલાયમ
Lemon peels for skin glowing લીંબુની છાલ ફેંકવાની ભૂલ ન કરતા! ચહેરા પર ગ્લો લાવવા માટે આ રીતે કરો ઉપયોગ
Exit mobile version