News Continuous Bureau | Mumbai
Oiling Mistakes: ચહેરાની સુંદરતા વધારવામાં જાડા, લાંબા કાળા વાળ મોટી ભૂમિકા ભજવે છે. વાળને સુંદર અને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે વડીલો હંમેશા વાળમાં તેલ લગાવવાની સલાહ આપે છે. વાળમાં તેલ લગાવવાથી તેને પોષણ મળે છે, જેનાથી તે જાડા અને સ્વસ્થ બને છે. નિષ્ણાતોના મતે સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વાર વાળમાં તેલ લગાવવું જોઈએ.
જોકે વાળમાં તેલ લગાવવાના આટલા બધા ફાયદાઓ હોવા છતાં શું તમે જાણો છો કે જો આ તેલને વાળમાં ખોટી રીતે લગાવવામાં આવે તો તેનાથી વાળની વૃદ્ધિ તો નથી જ થતી સાથે વાળ ખરવા પણ લાગે છે. ચાલો જાણીએ વાળમાં તેલ લગાવતી વખતે થતી ભૂલો જે વાળને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે.
વાળમાં તેલ લગાવતી વખતે ન કરો આ ભૂલો-
માથાની ચામડી પર તેલ લગાવો, વાળ પર નહીં.
ઘણી વખત લોકો વાળમાં ખૂબ ઘસીને તેલ લગાવે છે. આમ કરવાથી વાળ નબળા અને નિર્જીવ બની જાય છે અને તૂટવા લાગે છે. વાળમાં તેલ લગાવતી વખતે તેલની માલિશ વાળમાં નહીં પરંતુ માથાની ચામડી પર કરો. આમ કરવાથી વાળ જાડા અને મજબુત બને છે.
યોગ્ય તેલની પસંદગી-
એવું જરૂરી નથી કે બજારમાં ઉપલબ્ધ તમામ મોંઘા તેલ તમારા વાળના સ્વાસ્થ્ય માટે સારા હોય. આજકાલ માર્કેટમાં મળતા ઘણા મોંઘા હેર ઓઈલ કેમિકલથી ભરેલા હોય છે. તેનો ઉપયોગ કરવાથી વાળ નિર્જીવ થઈ જાય છે અને ખરવા લાગે છે. આવી સ્થિતિમાં વાળમાં હંમેશા કુદરતી હેર ઓઈલનો ઉપયોગ કરો. આનાથી વાળને કોઈ નુકસાન થતું નથી.
આ સમાચાર પણ વાંચો : દરરોજ આ રીતે કાકડીનું કરો સેવન, ઝડપથી વજન ઘટશે; જીમ કે ડાયેટિંગ વિના બહાર લટકતું પેટ જતું રહેશે અંદર..
તેલ લગાવીને રાતભર છોડી દેવાની ટેવ-
ઘણા લોકો માને છે કે વાળમાં જેટલા લાંબા સમય સુધી તેલ રહે છે, તેમના વાળને વધુ પોષણ મળે છે. જેના કારણે ઘણા લોકો રાત્રે સૂતા પહેલા વાળમાં તેલ લગાવે છે. પરંતુ આ ધારણા બિલકુલ ખોટી છે. તમને જણાવી દઈએ કે, જે લોકો તૈલી ત્વચા ધરાવે છે તેઓ જો આમ કરે છે તો તેમના ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જો તેલ લાંબા સમય સુધી વાળમાં રહે છે, તો તે વધુ ધૂળ અને ગંદકીને આકર્ષે છે. તેલ માથામાં ફૂગને પોષણ આપે છે અને તેને વધવા માટે મદદ કરે છે. જેના કારણે માથામાં ડેન્ડ્રફની સમસ્યા શરૂ થાય છે.
વાળ ચુસ્તપણે બાંધવા –
તેલ લગાવ્યા પછી, ઘણા લોકો વાળની સારી વૃદ્ધિ માટે તેમના વાળને ચુસ્તપણે બાંધે છે. પરંતુ વાળ ક્યારેય વધારે ચુસ્તપણે બાંધવા જોઈએ નહીં. આનું કારણ એ છે કે મસાજ કર્યા પછી માથાની ચામડી નરમ થઈ જાય છે અને જ્યારે તમે વાળને કડક રીતે બાંધો છો, ત્યારે વાળ તૂટી શકે છે.
વાળમાં તેલ લગાવવાની સાચી રીત-
વાળમાં તેલ લગાવતા પહેલા તેલને થોડું ગરમ કરો. આ પછી શુષ્ક વાળ અને માથાની ચામડી પર તેલ લગાવો અને હળવા હાથે મસાજ કરો. આ પછી વાળમાં થોડો સમય તેલ લગાવીને હળવા શેમ્પૂથી ધોઈ લો.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)